Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મોંઘવારીનો માર... ચણાની દાળની કિંમતમાં ૫૦ ટકાનો વધારો

કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં પીળી દાળની ખપત ૩૦ લાખ ટન છે, જ્યારે ઉત્પાદન ૧ લાખ ટન

નવી દિલ્હી તા. ૨૭ : સરકાર પીળી મટર દાળ એટલે કે ચણાની દાળનો ઇમ્પોર્ટ કવોટા વધારી શકે છે. કવોટા વધારવા અંગે કૃષિ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો હતો. કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ, ઇમ્પોર્ટ કવોટા લાગવાના કારણે દાળની કિંમતમાં ૫૦ ટકાનો વધારો થયો છે. આ વધારો થવાના કારણે મોંઘવારીનો માર સામાન્ય વર્ગેને પરેશાન કરી શકે છે. હાલમાં આ દાળનો ઇમ્પોર્ટ કવોટા ૧ લાખ ટનનો છે.

કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં પીળી દાળની ખપત ૩૦ લાખ ટન છે. જયારે ઉત્પાદન ૧ લાખ ટન છે. આ અસમતોલન પરથી સ્પષ્ટ થાય છે કે જો દાળનો ઇમ્પોર્ટ કવોટા વધે અને તેની કિંમતમાં સતત વધારો થાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે.

સરકારે એપ્રિલ ૨૦૧૮માં ચણાની દાળનો કવોટા નક્કી કર્યો હતો. કૃષિ મંત્રાલયની માહિતી મુજબ, ગ્રાહકોની ખાણી પીણીની પેટર્ન બદલાઈ રહી છે જેના કારણે ચણાની દાળની કિંમતો વધી રહી છે.

(12:40 pm IST)