Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભાજપે માતા-પુત્રની બેઠક બદલી :મેનકા ગાંધીને સુલતાનપુર અને વરુણ ગાંધીને પિલિભીતથી ટિકિટ

કાનપુરથી સત્યદેવ પચૌરીઅને રામપુરથી જયાપ્રદાને ટિકિટ અપાઈ

 

નવી દિલ્હી :ભાજપે ગાંધી પરિવારના માતા પુત્રની બેઠક બદલી છે ભાજપ સાંસદ વરુણ ગાંધી અને કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીએ પોતાની સંસદીય બેઠક બદલવાનો નિર્ણય કર્યો છે. ભાજપની યાદી મુજબ મેનકા ગાંધી સુલ્તાનપુર સાંસદ બેઠક પરથી ચૂંટણી લડશે.તેમજ વરુણ ગાંધીને પીલીભીત સાંસદ બેઠક પર ટિકીટ આપવામાં આવી છે. ભાજપે કાનપુરથી સત્યદેવ પચૌરીને ટિકીટ આપવામાં આવી છે.

  જયારે ગઈ કાલે સપા સાંસદ જયાપ્રદા ભાજપમાં સામેલ થઈ છે. જેને રામપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

(12:00 am IST)