Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

જાપાનીઝ યુગલને ભારતીય સંસ્કૃતિનું ઘેલુ!! પોરબંદરના આશ્રમમાં હિન્દૂ રીતરિવાજથી લગ્ન ગ્રંથીએ જોડાયા:સંસ્કૃતના શ્લોક બોલ્યા!!

જાપાની યુવતી ચિસતો ભગવત ગીતા, ઉપનિષદોની ઊંડી જાણકાર : સંસ્કૃત ભાષાનું પણ જ્ઞાન

 

અમદાવાદ ;એક જાપાની યુંગલને ભારતીય સંસ્કૃતિનું ઘેલું લાગ્યું છે ભારતીય સંસ્કૃતિ અને વેદ-શાસ્ત્રો-પુરાણોનો મહિમા હવે સાત સમુંદર પાર જોવાયો છે  ભારતીય પરંપરાને મહત્વ આપતો અનોખો પ્રસંગ પોરબંદરના આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમમાં બન્યો હતો  આશ્રમમાં એવા એવુ કપલ લગ્નગ્રંથિથી જોડાયું હતું જાપાનના ચિસતો અને અકીરા ભારતીય રિવાજોથી પરણ્યા હતા

  ચિસતો જાપાનમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે, અને અકીરા પર્વતારોહક છે. પોરબંદરમાં તેમના લગ્નની શરણાઈઓ ગૂંજી હતી, ઢોલ-નગારા વાગ્યા હતા, અને જાપાની મહેમાનો ભારતીય પોષક પહેરીને જાનમાં નાચ્યા હતા. બધા એટલા ઉત્સાહી હતા કે, તેમનો ઉત્સાહ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો

 પીઠી ચોળી, વેદો-સ્ત્રોતોનું ગાન કરાવીને તથા દાંડિયા-રાસ રમીને જાપાનીઝ યુગલ પરણ્યું હતું. લગ્નની દરેક વિધીમાં કોઈ કચાશ રાખવામાં આવી હતી. આશ્રમના સંચાલકો દ્વારા પૂરતા વિધીવિધાનથી તેમના લગ્ન કરાવાયા હતા. લગ્નમાં 12 થી 13 જાપાનીઝ આવ્યા હતા. જાપાનીઝ યુગલ જાન્યુઆરી મહિનામાં જાપાનીઝ વિધીથી પરણી ચૂક્યું હતું, પણ ભારતીય સંસ્કૃતિના પ્રેમને કારણે તેઓએ ભારત આવીને ભારતીય વિધીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું તેવું આશ્રમના સંચાલક નિગમાનંદા સરસ્વતીજીએ જણાવ્યું.

 લગ્ન વિશે આશ્રમના અન્ય સંચાલક નિત્ય કલ્યાણાનંદા સરસ્વતીએ કહ્યું કે, એક જાપાનીઝ વિદ્યાર્થી ગત ત્રણ વર્ષથી અમારા આશ્રમમાં વેદાંતા, ભગવદ ગીતા, શ્લોકો અને સંસ્કૃત ગ્રામરનો અભ્યાસ કરી રહ્ય છે. સંન્યાસી અવતાર ધારણ કરીને તે સ્વામી ચેતનાનંદ સરસ્વતી બની ગયો છે. તે છેલ્લા 12 વર્ષથી જાપાનમાં ભગવદ ગીતા શીખવી રહ્યો છે. ત્યાં તેના અનેક વિદ્યાર્થીઓ છે. તેમની પાસેથ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા જાણ્યા બાદ તેમણે નક્કી કર્યુ હતું કે, તેઓને હિન્દુ રીતરિવાજોથી પરણવું છે

 પોરબંદરના આંગણે અનોખો લગ્નોત્સવ યોજાયો હતો. જાપાનીઝ યુવતી ચિસતો ભગવત ગીતા, ઉપનિષદોની ઊંડી જાણકાર છે. તે સંસ્કૃત ભાષાનુ પણ બહોળુ જ્ઞાન ધરાવે છે. તે સંસ્કૃતિ શબ્દોનું પણ શુદ્ધ ઉચ્ચારણ કરે છે. તે નિયમિત પૂજાપાઠ કરે છે ભારતીય પહેરવેશ પહેરેલી જાપાનીઝ યુવતીઓ સોહામણી લાગતી હતી. તેમણે ઢોલ-નગારા પર ડાન્સ પણ કર્યો હતો

 આશ્રમના આંગણે યુગલના લગ્નથી અનોખો માહોલ સર્જાયો હતો. બંનેના લગ્નની પત્રિકા પણ બનાવવામાં આવી હતી. જેમાં ખાસ વાત હતી કે, પત્રિકા ગુજરાતી ભાષામાં છાપવામાં આવી હતી. જેના પર સંસ્કૃત શ્લોક લખાયેલો હતો

(12:39 am IST)
  • રેલ્વે ટિકીટો ઉપર મોદીનો ફોટો શા માટે? રેલ્વેને ચૂંટણીપંચનું પૂછાણ : દૂર કેમ ન કર્યા?: ચૂંટણીપંચે રેલ્વેને પૂછ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તસ્વીર શા માટે રેલ્વે ટિકીટો ઉપર છાપવામાં આવી છે : ચૂંટણીપંચે રેલ્વે મંત્રાલયને અને ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવી પૂછ્યુ છે કે શા માટે રેલ્વે ટિકીટો અને બોર્ડીંગ પાસ ઉપરથી વડાપ્રધાનની તસ્વીરો દૂર કરવામાં નથી આવી? આ પહેલા એર ઈન્ડિયાને ચૂંટણીપંચે નોટીસો આપી વિમાનના બોર્ડીંગ પાસ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની તસ્વીરો હટાવી લેવા આદેશ આપ્યા હતા access_time 11:33 am IST

  • દિલ્હીમાં 'આપ'પક્ષ સાથે જોડાણ માટે નવી ફોર્મ્યુલા તૈયારઃ દિલ્હીની લોકસભાની ૭ બેઠક માટે આપ-કોંગ્રેસ વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે. કેજરીવાલનો આપ પક્ષ કોંગ્રેસને ૨ બેઠક અને પોતે ૫ બેઠક લડવાની ફોર્મ્યુલા પર મકકમ છે ત્યારે કોંગ્રેસ નવી ફોર્મ્યુલા ઉપર વિચારણા કરી રહી છે. દિલ્હીના પૂર્વ મુ.મંત્રી શીલા દિક્ષિતે આ અંગે મૌન ધારણ કર્યું છે. હવે રાહુલ ગાંધી ઉપર બધુ છોડી દેવાયું છે. access_time 11:34 am IST

  • રાજકોટમાં ૩૯.૩ ડિગ્રી : કાલે અને શુક્રવારે પારો ૪૨ ડિગ્રીની નજીક પહોંચી જશે : શહેરમાં તાપ સાથે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : કાલે ગુરૂવારે અને શુક્રવારે ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જવાની પૂરી સંભાવના : ગરમીનો દોર જારી રહેશે access_time 3:45 pm IST