Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભાજપે ઉત્તર પ્રદેશના 30 નામ જાહેર કર્યા :જયા પ્રદા, મેનકા ગાંધી,વરુણ ગાંધી અને રીટા બહુગુણાને ટિકિટ

dir="ltr">નવી દિલ્હી :ભાજપે ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 30 ઉમેવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારની ત્રીજી યાદીમાં જયા પ્રદા, વરુણ ગાંધી, મેનકા ગાંધી, રવિન્દ્ર કુશ્વાહા સહિતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
   ભાજપે જાહેર કરેલી યાદી ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણી માટે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા જયા પ્રદાને ઉત્તર પ્રદેશના રામપુરમાંથી ટિકિટ આપી છે.વરુણ ગાંધીને પિલિભીત, મેનકા ગાંધીને સુલતાનપુરમાંથી ટિકિટ આપી છે
     ભાજપે જાહેર કરેલ 30 ઉમેદવારોમાં ઇટાવામાં રામશંકર કથિરિયા, ફારુખાબાદમાંથી મુકેશ રાજપૂત, કાનપુરમાંથી સત્યદેવ પચુરીને ટિકિટ આપી છે. તો અલ્હાબાદની ટિકિટ રિટા બહુગુના, બારાબંકીમાંથી ઉપેન્દ્ર રાવત, મહારાજગંજમાંથી પંકજ ચૌધરી સહિતના જાણીતા ચહેરાઓને ટિકિટ આપી છે
(12:00 am IST)
  • મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા કુલ ૧૨૫૦ મિલ્કતો સીલ : મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા આજ દિન સુધીમાં કુલ ૧૨૫૦ મિલ્કત સીલ કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં અંદાજીત ૮૫૦ મિલ્કત સીલ કરવામાં આવી હતી. access_time 3:31 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાની માગણી સાથે વિરોધ પ્રદર્શીત કરી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભુતકાળની એક તસ્વીર access_time 11:33 am IST

  • ભાજપના દિલ્હી એકમ દ્વારા લોકસભાની 7 સીટ માટે 31 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર :નવી યાદીમાં ગૌતમ ગંભીરના નામનો કરાયો સમાવેશ :રાજ્યની ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા આ પહેલા બનાવેલ 21 સંભવિત ઉમેદવારોની યાદી પાર્ટી હાઇકમાન્ડે ઠુકરાવી હતી : ગૌતમ ગંભીરનું નામ નવી યાદીમાં સામેલ કરાયું છે access_time 1:21 am IST