Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થવાનો નિર્ણય યાત્રાનો અંત નથી, પરંતુ નવા અધ્યાયની શરૂઆતઃ જેટ અેરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે લખ્યો ભાવુક પત્ર

મુંબઇ: જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે કહ્યું કે તેમની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થવાનો નિર્ણય યાત્રાનો અંત નથી પરંતુ નવા અધ્યાયની શરૂઆત છે. ગોયલ અને તેમની પત્ની અનીતાએ સોમવારે એરલાઇનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું. ગોયલે 25 વર્ષ જૂની એરલાઇનના ચેરમેનનું પદ પણ છોડી દીધું છે. કર્મચારીઓને લખેલા ભાવનાત્મક પત્રમાં કહ્યું કે કંપની માટે લોન પુનર્ગઠન યોજનામાંથી એરલાઇન નાણાકીય રૂપથી મજબૂત થઇ શકશે.

જેટ એરવેઝને 80 વિમાન ઉભા કરવા પડ્યા

જેટ એરવેઝના ભવિષ્યને લઇને ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી અટકળો વચ્ચે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સોમવારે એસબીઆઇ (SBI)ના નેતૃત્વમાંથી ધિરાણકર્તાઓના ગઠજોડની સમાધાન યોજનાને મંજૂરી આપી દીધી. કંપનીના ધિરણકારતા હવે એરલાઇનના નવા માલિક છે અને તેમની પાસે તેની 51 ટકા ઇક્વિટી ભાગીદારી છે. નાણાકીય સંકટના લીધે જેટ એરવેઝને 80 વિમાન ઉભા કરવા પડ્યા. નરેશ ગોયલે કર્મચારીઓને લખ્યું કે તે અને તેમની પત્ની અનીતા બંને તાત્કાલિક અસરથી જેટ એરવેઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી દૂર થઇ રહ્યા છે.

જેટ એરવેઝના કર્મચારીઓને એસબીઆઇને લખ્યો પત્ર

બીજી તરફ જેટ એરવેઝના કર્મચારીઓ અને અધિકારીઓએ એરલાઇનની વચગાળાની મેનેજમેન્ટ સમિતિમાં તેમને પણ પ્રતિનિધિત્વ આપવાની માંગ કરી છે. સમિતિ બેંકોના નેતૃત્વવાળા મેનેજમેન્ટ હેઠળ એરલાઇનનું કામકાજ જોશે. જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના એરલાઇનના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ સમિતિની રચના કરવામાં આવી. બેંકોને એરલાઇન પાસેથી 8,200 કરોડ રૂપિયાની વસૂલી કરવાની છે.

સમાધાન યોજના હેઠળ બેંક એરલાઇનને 1,500 કરોડ રૂપિયાનું કટોકટી ભંડોળ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓલ ઇન્ડીયા જેટ એરવેઝ ઓફિસર્સ એન્ડ સ્ટાફ એસોસિએશનના અધ્યક્ષ કિરણ પાવાસ્કરે એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારને પત્ર લખીને કહ્યું, યોગ્ય રહેશે કે અમારામાંથી બે પ્રતિનિધિ સામેલ કરવામાં આવે, જેથી કંપનીના પ્રત્યે અમારી ચિંતાને શેર કરી શકાય. તેનાથી કંપનીના નવા શેરધારકોનો વિશ્વાસ પણ યથાવત રહેશે.

(12:00 am IST)