Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કુવૈતમાં ભારતીય કામદારોની સંખ્યા સૌથી વધુ :વિદેશોમાંથી આરબ દેશોમાં રોજી રોટી રળવા આવેલા કામદારો પૈકી 8 લાખ 89 હજારની સંખ્યા સાથે ભારતીયો પ્રથમ ક્રમે : આરબ ટાઈમ્સ રિપોર્ટનો અહેવાલ

કુવેત : વિદેશોમાંથી આરબ દેશોમાં રોજી રોટી રળવા આવેલા કામદારો પૈકી  8 લાખ 89 હજારની સંખ્યા સાથે  ભારતીયો પ્રથમ ક્રમે હોવાનું  આરબ ટાઈમ્સ રિપોર્ટના અહેવાલ મુજબ જાણવા મળે છે.આ વિદેશી કામદારો પૈકી ભારત પછી બીજા ક્રમે 4 લાખ 84 હજારની સંખ્યા સાથે ઇજિપ્શિયન તથા 2 લાખ 71 હજારની સંખ્યા સાથે બાંગ્લાદેશના નાગરિકો ત્રીજા ક્રમે છે.તેના કારણમાં જાણવા મળ્યા મુજબ અહીંયા વિદેશી મજૂરોના અધિકારોની રક્ષા થાય છે.તેમજ તેઓને સ્થાનિક નાગરિકો જેટલા હક્કો મળે છે.તેવું સ્થાનિક પ્રવક્તાએ જણાવ્યું હતું.

 

(8:35 am IST)