Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

અમેરિકાનું દેવુ વધીને 29000 અબજ ડોલરે પહોંચ્યું

ચીનનું 1000 અબજ ડોલરનું દેવાદાર છે અમેરિકા: જાપાનના 1000 અબજ ડોલરને ચૂકવવાના બાકી: ભારતના 216 અબજ ડોલર લેવાના નીકળે છે

ન્યુયોર્કઃ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને શક્તિશાળી દેશ ગણાતા અમેરિકા હવે દેવાદાર બની રહ્યો છે. પાછલા કેટલાંક વર્ષોમાં અમેરિકાના દેવામાં જંગી અને ઝડપી વધારો થયો છે અહીયાં સુધી કે ભારત પાસેથી પણ અમેરિકાએ જંગી દેવુ લીધુ છે. અમેરિકાનું કુલ દેવુ વધીને 29 000 અબજ ડોલરે પહોચી ગયુ છે જેમાં ભારતના 216 અબજ ડોલર લેવાના નીકળે છે. જો પ્રતિ માથાદીઠ ગણતરી કરીયે તો પ્રત્યેક અમેરિકન નાગરિક ઉપર હાલ 72,309 ડોલરનું દેવુ છે. વર્ષ 2020માં અમેરિકાનું કુલ દેવુ 23,400 અબજ ડોલર હતુ. દેવાદાર અમેરિકાના લેણદારોમાં સૌથી ઉપર ચીન અને જાપાન છે અને તેમની પાસેથી દુનિયાના સૌથી શક્તિશાળી દેશે સૌથી વધુ નાણાં ઉધાર લીધા છે.

એક અમેરિકન સાંસદ એલેક્સ મૂનીએ કહ્યુ કે, આપણું કુલ દેવુ વધીને 29000 અબજ ડોલરે પહોંચી રહ્યુ છે.

તેનો અર્થ એ છે કે, પ્રત્યેક અમેરિકન નાગરિક પર દેવુ વધી રહ્યુ છે. દેવા અંગેની માહિતીઓ ડરામણી છે અને કહેવાઇ રહ્યુ છે કે બે દેશ ચીન અને જાપાન આપણા સૌથી મોટા લેણદારો છે, તેઓ હકિકતમાં આપણા મિત્રો નથી.

અમેરિકન પ્રતિનિધિ સભામાં બીડેન સરકારના લગભગ બે હજાર અબજ ડોલરના આર્થિક રાહત પેકેજનો વિરોધ કરતા વેસ્ટ વર્જિનિયાનુ પ્રતિનિધિત્વ કરનાર સાસંદ મૂનીએ કહ્યુ કે, ચીનની સાથે વૈશ્વિક સ્તર આપણા પ્રતિસ્પર્ધી છે. ચીનનું અમેરિકા ઉપર જંગી 1000 અબજ ડોલર કે તેથી વધારે દેવુ છે. તો જાપાનના 1000 અબજ ડોલરને ચૂકવવાના બાકી છે. સાસંદ મૂનીએ કહ્યુ કે, એ દેશો જેઓ આપણને ઉધાર નાણાં આપી રહ્યા છે, તેમનું દેવુ પરત પણ કરવાનું છે. જરૂરી નથી કે આ દેશો આપણા હિતોનું ધ્યાન રાખે. બ્રાઝિલને આપણે 268 અબજ ડોલર પરત કરવાના છે. ભારતનું આપણા દેશ ઉપર 216 અબજ ડોલરનું દેવુ છે. અમેરિકાના વિદેશી લેણદારોની આ યાદી લાંબી છે

વર્ષ 2000માં અમેરિકા ઉપર 5600 અબજડોલરનું દેવુ હતુ. ઓમાબાના શાસનકાળમાં આ ઋણબોજ બમણુ થઇ ગયુ. અમેરિકન રાષ્ટ્રપતિ જો બીડેનએ જાન્યુઆરીમાં 1900 અબજ ડોલરના કોવિડ-19 રાહત પેકેજની ઘોષણા કરી હતી જેથી મહામારીની થયેલ પ્રતિકુળ અસરોથી અર્થવ્યવસ્થાને બચાવી શકાય. મૂની અને વિપક્ષના અન્ય સાંસદો એ રાહત પેકેજનો વિરોધ કર્યો છે.

મૂનીએ કહ્યુ કે, પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના આઠ વર્ષના શાસનકાળમાં અમેરિકાના દેવામાં બમણો વધારો થયો છે. દેવુ અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો ગુણત્તોર લિમિટની બહાર જતો રહ્યો છે.

(12:19 am IST)