Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પશ્ચિમ બંગાળમાં ફરી બની શકે મમતા બેનર્જીની સરકાર

TMCને 148થી 164 બેઠકો મળી શકે: ભાજપને 92થી 108 બેઠકોથી સંતોષ માનવો પડશે: . કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને 31થી 39 બેઠક મળવાનું અનુમાન: એબીપી ન્યૂઝ-સી વોટરનો ઓપિનિયન પોલ

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. બંગાળની ચૂંટણી પર તમામની નજર છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ 211 બેઠક જીતી જબરદસ્ત વાપસી કરી હતી. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 42માંથી 18 બેઠક જીતી ઇતિહાસ સર્જયો હતો. ત્યારે આ વખતે બંગાળમાં કોની સરકાર બનશે. એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપિનિયન પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ફરી મમતા બેનર્જીની સરકાર બની શકે છે.

એબીપી ન્યૂઝ-સી વોટરના ઓપિનિયન પોલ મુજબ. જો આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાય તો મમતા બેનર્જની પાર્ટી TMCને 148થી 164 બેઠકો મળી શકે છે. 200 બેઠકોની પારનો નારો લઈને મેદાનમાં ઉતરેલી ભાજપને 92થી 108 બેઠકોથી સંતોષ માનવો પડશે. જ્યારે કોંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને 31થી 39 બેઠક મળવાનો અનુમાન છે. એટલે કે, બંગાળમાં ભાજપને ફાયદો જરૂરથી થશે પરંતુ જીતની હેટ્રીક લગાવવામાં મમતા બેનર્જી સફળ થશે

(9:57 pm IST)
  • કેસના લાઈવ સ્ટ્રીમિંગ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ડેઇલી અપડેઈટ માટે ટેલિગ્રામ ઍપ ઉપર ઍકાઉન્ટ ખોલાવ્યાનું જાણવા મળે છે access_time 11:55 am IST

  • કોરોના વાયરસ, બાર્ડ બ્લુ બાદ હવે પર્વો વાયરસથી ખળભળાટ : યુપીના કાનપુરમાં પર્વો વાયરસની ઘાતક અસરથી 8 શ્વાનોએ જીવ ગુમાવ્યો :બે કુતરાઓના પીએમ રિપોર્ટમાં આંતરડા સડી ગયાનો ઘટસ્ફોટ : કુતરાના મોત પહેલા લોહીની ઉલ્ટી પણ થઈ હતી access_time 12:29 am IST

  • બે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST