Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વ્હોટ્સ એપના માધ્યમ દ્વારા વકીલો સાથે વિડિઓ કોન્ફરન્સ લિંક્સ શેર કરવા ઉપર સુપ્રીમ કોર્ટની રોક : એડવોકેટ તથા અસીલના રજિસ્ટર કરેલા ઇમેઇલ આઈડી અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જ શેર કરી શકાશે : કેન્દ્ર સરકારે જાહેર કરેલા તથા 1 માર્ચથી અમલી બનનારા આઈ.ટી.રુલ્સને ધ્યાને લઇ પરિપત્ર જારી કર્યો

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે જાહેર કરેલા તથા 1 માર્ચથી અમલી બનનારા નવા આઈ.ટી.રુલ્સ 2021 ને ધ્યાને  લઇ સુપ્રીમ કોર્ટએ પરિપત્ર જારી કર્યો છે.જે મુજબ હવે વ્હોટ્સ એપના માધ્યમ દ્વારા વકીલો સાથે વિડિઓ કોન્ફરન્સ લિંક્સ શેર કરી શકાશે નહીં. હવેથી લાગતા  વળગતા એડવોકેટ તથા અસીલના રજિસ્ટર કરેલા ઇમેઇલ આઈડી અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર શેર કરવામાં આવશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:38 pm IST)