Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કંગના રનૌત કેસ: ફેક ઈમેલ મામલે ક્રાઈમ બ્રાન્ચે ઋતિક રોશનની પોણા ત્રણ કલાક કરી પૂછપરછ

મુંબઈ: કંગના રનૌત ઈમેલ વિવાદમાં આજે બોલિવૂડ અભિનેતા ઋતિક રોશનની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે લગભગ પોણા ત્રણ કલાક સમય સુધી પૂછપરછ કરી હતી. ઋતિક આજે સવારે 11 વાગ્યાને 40 મિનિટ પર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ પહોંચ્યો હતો અને પૂછપરછ બાદ 2 વાગ્યાને 20 મિનિટ પર બહાર નીકળ્યો હતો

ક્રાઈમ બ્રાન્ચે ઋતિક રોશનને ફેક ઈમેલ મોકલવા મામલે 2016માં સમન્સ પાઠવ્યું હતું. ઋતિક રોશન પર આરોપ છે કે, તેણે પોતાની કો-સ્ટાર અને એક્ટ્રેસ કંગના રનૌતને ફેક ઈમેલ મોકલ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ઋતિક રોશનને શનિવારે કમિશ્નર ઓફિસના ક્રાઈમ ઈન્ટેલિજન્સેસ યૂનિટમાં હાજર થવા કહ્યું હતું

વર્ષ 2016માં ઋતિકે એક ફરિયાદ દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈ શખ્સે તેમની ફેક ઈમેલ આઈડી બનાવીને કંગનાને મેલ કર્યો હતો. તેના બાદથી ઋતિક અને કંગના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે આઈપીસી ધારા 419, આઈટી એક્ટ ધારા 66 સી અને 66 ડી હેઠળ સાઈબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

(8:33 pm IST)