Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

હવે ૧૮ વર્ષથી ઓછી વયના લોકો ઓટીટી પર નહીં જોઇ શકે એડલ્ટ ફિલ્મો

સરકારે બનાવ્યા કડક નિયમો

નવી દિલ્હી,તા. ૨૭: જો તમે સોશ્યલ મીડિયા યુઝ કરતા હો અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર ફિલ્મો અને શો જોવાના શોખીન હો તો આ સમાચાર વાંચવા તમારા માટે જરૂરી છે. કેન્દ્ર સરકારે સોશ્યલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે નવા નિયમો કાલથી લાગુ કરી દીધા છે.

નવી ગાઇડ લાઇન્સના વ્યાપમાં ફેસબુક, ટવીટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ અને નેટફલીક્ષ, એમેઝોન પ્રાઇમ, હોટ સ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ આવી જશે. નવા નિયમો હેઠળ ફિલ્મોની જેમ ડીજીટલ પ્લેટફોર્મના વેબ શો અને ફીલ્મોનું ગ્રેડીંગ થશે.

આ ગ્રેડીંગ અનુસાર યુ.એ. બધા માટે યુએ એટલે સામાન્ય દર્શકો માટે, યુએ ૭+ સાત વર્ષથી વધુ વય માટે, યુએ ૧૩+ તેર વર્ષથી વધુ વયના દર્શકો માટે, યુએ ૧૬+ એટલે ૧૬ વર્ષથી વધુ વયના લોકો માટે અને એટલે એડલ્ટસ માટે આનો અર્થ એ છે કે અલગ ઉંમરના લોકો પોતાની ઉંમરના હિસાબથી એકસેસ કરી શકશે.

(2:38 pm IST)