Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

યુપીમાં રાક્ષસી કૃત્યઃ મહિલા ઉપર ગેંગરેપ બાદ પ્રાઇવેટ પાર્ટમાં આગ લગાડીઃ મારી નાખવા પ્રયાસ

આરોપી હેવાન પિતા-પુત્રની ધરપકડ

સીતાપુર, તા.૨૭: ઉત્તરપ્રદેશના સીતાપુરમાં એક મહિલાનું અપહરણ કરીને ગેંગરેપ કરવાની સનસનાટી પૂર્ણ ઘટના જાહેર થઇ છે. હેવાનોએ ગેંગરેપ કરવાની સનસનાટી પુર્ણ ઘટના જાહેર થઇ છે. હેવાનોએ ગેંગરેપ પછી સાબિતિઓનો નાશ કરવાના ઉદેશથી તેને જીવતી સળગાવી નાખવાનો પણ પ્રયાસ કર્યો. હેવાનોની ચંગૂલમાંથી છટકીને મહીલા યેનકેન પ્રકારે બહાર આવી અને સ્થાનિક લોકોને પોતાની આપવીતી જણાવી હતી.

સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલિસને કરીને, મહિલાને સીએચસીમાં દાખલ કરાવી હતી. ડોકટરોએ પ્રાથમિક સારવાર પછી મહિલાને જીલ્લા હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલિસે મામલો દબાવી દેવા માટે કેટલાય કલાકો સુધી મીડીયાને ઘટના સ્થળે અને હોસ્પિટલથી દૂર રાખ્યા અને પછી લીંપણ ગુપણ કરતું બયાન આપયું છે કે મહિલા સાથે દુષ્કર્મની વાત જાહેર થઇ છે અને પિતા પુત્રને કસ્ટડીમાં લઇને તપાસ થઇ રહી છે.

આ બનાવ મિશ્રીખ નૈમિષારણ્ય પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંની એક મહિલાને એક હેવાન પિતા પુત્રના ઘરમાં બંદી બનાવીને પહેલા તો ગેંગરેપ કરાયો અને પછી જયારે મન ભરાઇ ગયું તો તેના ગુપ્તાંગો સહિત નીચલા ભાગને આગ ચાંપી દેવાઇ હતી. સ્થાનિક લોકો અનુસાર, ગુરૂવારે રાત્રે આ મહિલાને આ પિતા પુત્ર ઉઠાવીને લઇ ગયા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘટનાની માહિતી મળતા જ પોલિસના ઉચ્ચ અધિકારીઓ કેસને દબાવવા અને છુપાવવાના કામે લાગી ગયા હતા. ઘટનાને કેટલાય કલાકો સુધી છુપાવ્યા પછી સીતાપુરના એસ પી આર.પી.સિંહે ઘટના બયાન આપતા મહિલાને જ માનસિક રોગી ગણાવી દીધી અને ઘટના પર પડદો પાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.

(2:36 pm IST)
  • કેસના લાઈવ સ્ટ્રીમિંગ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ડેઇલી અપડેઈટ માટે ટેલિગ્રામ ઍપ ઉપર ઍકાઉન્ટ ખોલાવ્યાનું જાણવા મળે છે access_time 11:55 am IST

  • પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડમાં મોટો ખુલાસો : ખાનગી જમીનમાંથી કાઢીને વેચી નાખ્યો કોલસો : સીબીઆઈએ પત્ર લખીને કાર્યવાહીની કરી માંગ : કૈટલ સ્મગલિંગ અને કોલસા સ્મગલિંગમાં કેટલાક ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદથી શેલ કંપનીઓ બનાવાઈ : લાંચની રકમનું મની લોન્ડરિંગ કરવા સાથે મોટા પાયે બેનામી સંપત્તિની ખરીદી access_time 12:52 am IST

  • માર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST