Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સાંસદો / ધારાસભ્યો વિરુદ્ધના કેસોની સુનાવણી માટે એક વિશેષ અદાલતની રચના કરો : કર્ણાટક હાઈકોર્ટનો રાજ્ય સરકારને અનુરોધ : સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી લાંબા સમયથી પડતર કેસોનો નિકાલ કરવાનો હેતુ

કર્ણાટક : દેશના જુદા જુદા રાજ્યોમાં લાંબા સમયથી સાંસદો  / ધારાસભ્યો વિરુદ્ધ પડતર ગંભીર અપરાધોને લગતા કેસનો તાત્કાલિક નિવેડો લાવવા થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટએ રાજ્યોના ચીફ જસ્ટિસને આદેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે નોંધ્યા મુજબ હત્યા ,બળાત્કાર ,લૂંટફાટ ,ભ્રષ્ટાચાર ,સહિતના ગંભીર અપરાધોના આરોપી સાંસદો  / ધારાસભ્યો સત્તા તથા સંપત્તિના જોરે તેમના ઉપરના આરોપો સાબિત થતા અટકાવે છે.જે દરમિયાન તેઓ ચૂંટાઈ પણ જાય છે.તેમજ મિનિસ્ટર પણ બની જાય છે.આથી આવા આરોપીઓના કેસનો વહેલી તકે નિકાલ લાવવા સૂચના આપી હતી.

ઉપરોક્ત સુચનાને ધ્યાને લઇ કર્ણાટક હાઈકોર્ટે સંસદના સભ્યો અને વિધાનસભાના સભ્યો (સાંસદો અને ધારાસભ્યો) ના ગુનાહિત કેસો સાથે કામ કરવા માટે વધુ એક વિશેષ અદાલતની સ્થાપના માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત દાખલ કરવા કોર્ટના વહીવટી પક્ષને નિર્દેશ આપ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)