Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

આ દેશની એક દાયકામાં બનેલી સૌથી મોટી જીવલેણ ઘટના

હૈતીઃ જેલ તોડીને ભાગ્યા ૪૦૦ થી વધુ કેદીઓઃ હિંસક અથડામણમાં ૨૫ના મોત

હૈતીઃ કેરોખયેન દેશ હૈતીની એક જેલ તોડીને ગઇકાલે ૪૦૦ થી વધુ કેદીઓ લાગી ગયા. આ દરમ્યાન થયેલી હિંસામાં ૨૫ના મોત થયા છે. આ દેશની એક દાયકામાં બનેલી સૌથી મોટી જીવલેણ ઘટના છે મૃત્યુ પામેલા લોકોમાં એક શકિતશાળી ગેંગનું સરદાર અને જેલ નિર્દેશક પણ સામેલ છે આ ઘટના રાજઘાની પોર્ટ-ઓ-પ્રિંસના બહારના વિસ્તારમાં ક્રોકસ-ડેસ-બુકેટસ જેલમાં બની હતી.

માનવામાં આવી રહ્યું છે કે ગેંગ લીડર અર્નલ જોસેફને જેલથી ભાગવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. જોસેફ હૈતીમાં ૨૦૧૯માં ધરપકડ પહેલા દુષ્કર્મ, અપહરણ અને હત્યાના આરોપમાં ભાગેડુ સાબિત થયો હતો.

દેખાવકારોનું કહેવું છે કે બંદુકધારીઓએ જેલ પ્રહરીઓ પર ગોળીઓ ચલાવતા જોયા હતા ત્યારબાદ કેદી ભાગી ગયા હતા તે પહેલા પણ જેલમાંથી ૨૦૧૪માં ૮૯૯માંથી ૩૦૦ કેદી ભાગી ગયા હતા.

(11:24 am IST)