Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ત્રણ દિવસ બાદ ઇંધણના ભાવમાં ફરી વધારો ઝીક્યો : પેટ્રોલ લીટરે 24 પૈસા અને ડીઝલ 17 પૈસા મોંઘુ થયું

છેલ્લા બે મહિનામાં પેટ્રોલમાં 7.36 રૂપિયાનો વધારો : ડીઝલમાં 7.50 રૂપિયા નો વધારો

નવી દિલ્હી : ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી ભાવ વધારો ઝીકાયૉ છે  મંગળબાર બાદ આજે શનિવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે દિલ્હી ના બજારમાં પેટ્રોલ 24 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હી માં એક લીટર પેટ્રોલનો ભાવ 91.19 રૂપિયા પર જતું રહ્યું છે,બીજી તરફ ડીઝલપણ 17 પૈસા મોંઘું થયું છેઅને ભાવ વધીને 81.47 રૂપિયા પર પહોંચી ગયા છે.અમદાવાદ માં આજે પેટ્રોલ નો ભાવ 88.31 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદ માં આજે ડીઝલનો ભાવ 87.74 રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 88.08 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 87.57 રૂપિયા પ્રતિ લીટર હતો. આજે પેટ્રોલની કિંમતમાં થયો પ્રતિ લિટરે 23 પૈસાનો વધારો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 16 પૈસાનો વધારો થયો છે.

જોકે છેલ્લા 3 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો ન હતો. પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતથી લોકો પરેશાન થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજ ઉમેયર્િ બાદ તેની કિંમત દરરોજ નક્કી કરવાનું કામ તેલ કંપ્નીઓ કરે છે. મુંબઇમાં તો પેટ્રોલ 97.57 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે જોકે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે

ફેબ્રુઆરીના મહિનામાં 27 દિવસમાં પેટ્રોલના ભાવમાં 14 દિવસ વધારો થયો છે. તેનાથી આ 3.87 રૂપિયા મોંઘું થયું છે. ફક્ત આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 25 દિવસ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘું થયું છે.બીજી તરફ ફેબ્રુઆરીમાં ડીઝલના ભાવમાં 4.01 રૂપિયાનો વધારો થયો છે. ગત 2 મહિનામાં ડીઝલ 7.60 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

(10:49 am IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST

  • રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરૂણા પર સંદેશા આપ્યા હતા : નરેન્દ્રભાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ટ્વિટર ઉપર લખ્યું છે કે સંત રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા, સદભાવના અને કરુણા પર સંદેશા આપ્યા હતા, જે યુગો યુગો સુધી દેશવાસીઓને પ્રેરણા આપશે. હું તેમની જન્મજયંતિ પર તેમને સાદર વંદન કરું છું. access_time 5:04 pm IST

  • માર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST