Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

BSNLએ રૂ. ૨૯૯, રૂ. ૩૯૯ અને રૂ. ૫૫૫ના ત્રણ પ્લાન કર્યા લોન્ચ : ૧ માર્ચથી થશે ઉપલબ્ધ

આ પ્લાન અંદામાન અને નિકોબાર સિવાય દેશમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે : આ પ્લાન માત્ર ૬ મહિના માટે ઉપલબ્ધ છે

નવી દિલ્હી તા. ૨૭ : BSNLએ ત્રણ નવા DSL બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યા છે. જે રૂ. ૨૯૯, ૩૯૯ અને ૫૫૫ના ત્રણ પ્લાન છે. આ પ્લાન સાથે BSNL ૫૦૦GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ આપી રહ્યું છે. આ પ્લાન સાથે 10Mbpsની સ્પીડ ઓફર કરી છે. આ પ્લાન યુઝર્સ માટે ૧ માર્ચથી ઉપલબ્ધ થશે.

BSNLના આ DSL પ્લાનનું નામ 100GB CUL છે. ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ પ્લાનમાં મળનાર સ્પીડ ઘટીને 2Mbps થઈ જાય છે. આ પ્લાન અંદામાન અને નિકોબાર સિવાય દેશમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.

આ પ્લાન માત્ર ૬ મહિના માટે ઉપલબ્ધ છે. જેમાં દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. રૂ. ૨૯૯નો પ્લાન માટે નવા યુઝર્સે રૂ. ૫૦૦ સિકયોરીટી ડિપોઝીટ આપવાની રહેશે.

રૂ. ૩૯૯ વાળા DSL પ્લાનમાં કુલ 200GB ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં 10Mbps  સ્પીડ આપવામાં આવશે. પ્લાનમાં લિમિટ પૂર્ણ થયા બાદ પ્લાનમાં મળનાર સ્પીડ ઘટીને 2Mbps થઈ જશે.

પ્લાન માટે સિકયોરિટી ડિપોઝીટ રૂપે રૂ. ૫૦૦ જમા કરવાની રહેશે. આ પ્લાન મિનિમમ એક મહિના માટે સબસ્ક્રાઈબ કરવાનો રહેશે. આ પ્લાનમાં કંપની યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગનો ફાયદો આપી રહી છે.

રૂ. ૫૫૫ વાળા DSL પ્લાનમાં કુલ 50GB ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં સબસ્ક્રાઈબર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગનો ફાયદો મળશે. રૂ. ૫૫૫ અને રૂ. ૨૯૯નો પ્લાન જૂના યુઝર્સ સાથે નવા યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ બંને પ્લાનને લોન્ગ પિરિયડ માટે સબસ્ક્રાઈબ કરી શકાય છે. આ પ્લાન ૧ માર્ચથી ઉપલબ્ધ થશે.

(10:18 am IST)