Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ભારતીય લોકો ઓછા પગારમાં વધુ કામ કરે છે

વિશ્વ શ્રમ સંગઠનનો અભ્યાસઃ ભારતીય કર્મચારી સપ્તાહમાં સરેરાશ ૧૧ કલાક કામ કરે છે

નવી દિલ્હી, તા.૨૭: ભારતીય કામદાર અથવા કર્મચારી સપ્તાહમાં સરેરાશ ૪૮ કલાક કામ કરે છે જે વિશ્વમાં સૌથી વધારે છે એટલું જ નહીં તેમને મળતું મહેનતાણું પણ સરખામણીમાં ઘણું ઓછું છે. વિશ્વ શ્રમ સંગઠન દ્વારા બહાર પડાયેલ એક રીપોર્ટમાં આ માહિતી મળી છે.

કર્મચારીઓ પર કામના દબાણ બાબતે ભારત ઝામ્બીયા, મોંગોલીયા, માલદીવ અને કતાર જેવા દેશોની હરોળમાં છે. ઝામ્બીયા અને મોંગોલીયાની ગણત્રી દુનિયાના ગરીબ દેશોમાં થાય છે જયારે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે.

રીપોર્ટ અનુસાર, અમેરિકાની સરખામણીમાં ભારતમાં કર્મચારી દર અઠવાડીયે સરેરાશ ૧૧ કલાક, જયારે બ્રિટન અને ઇઝરાયલની સરખામણીમાં ૧૨ કલાક વધારે કામ કરે છે. ચીનની સરખામણીમાં પણ ભારતીય કર્મચારી ૨ કલાક વધારે કામ કરે છે.

નિષ્ણાંતોએ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વધારે કામ મહત્વનું છે કે  બહેતર કામ. એ પણ કહેવામાં આવ્યું છે કે કાયદાઓ કડક બનવાથી કંપનીઓ ઘણીવાર ઇચ્છે તો પણ ઓછી ક્ષમતાવાળા કર્મચારીને છૂટા નથી કરી શકતી અને નિમણૂંકો પણ ઓછી કરે છે.

કયાં દેશમાં સપ્તાહે કેટલા કલાક કામ?

અમેરિકા

૩૭ કલાક

બ્રિટન

 ૩૬ કલાક

ઇઝરાયલ

૩૬ કલાક

ચીન

૪૬ કલાક

ભારત

૪૮ કલાક

(10:09 am IST)