Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કોરોના વાયરસ- સાઉદી અરબએ મકકા-મદીનાની યાત્રા પર લગાવી રોકઃ સસ્‍પેન્‍ડ કર્યા યાત્રીઓના વીઝા

મુસ્‍લિમો માટે પવિત્ર સ્‍થળ મકકા અને મદીનાની યાત્રા પર સાઉદી અરબએ રોક લગાવી દીધી છે. વાર્ષિક હજ યાત્રા પહેલા સાઉદી અરબએ ખાસ ફેંસલો કર્યો છે. અત્‍યાર સુધી મધ્‍ય પુર્વના દેશોમાં કોરોનાના રોગચાળાને કારણે રર૦ મામલા સામે આવ્‍યા છે. મકકા ઉપરાંત મદીનામા આવેલ પેૈંગંબર મોહમદની મસ્‍જિદની યાત્રા પર પણ રોક લગાવી દીધી છે. તેલના મામલામાં સમૃદ્ધ સાઉદી અરબના આ ફેંસલાથી ખ્‍યાલ આવે છે કે કે કોરોના વાયરસના રોગચાળાને લઇને કેટલા જાગૃત છે.

સાઉદી અરબમા આવેલ મકકા અને મદીનામાં ઉમરા કરવા માટે દર મહિને હજારો લોકો પહોંચે  છે. જણાવી દઇએ કે ચીનમા ભલે કોરોના વાયરસના નવા મામલા આવવાની રફતાર ધીમી પડી ગઇ છે પણ મધ્‍ય પુર્વના દેશોમાં સતત નવા મામલા સામે આવી રહ્યા છે.

(12:09 am IST)