Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્લી હિંસાઃ વ્‍યાપારીઓએ ગૃહમંત્રી અને એલજીને લખ્‍યો પત્રઃ બજારોમાં સુરક્ષા વધારવાની માંગ કરી

ઉતર પુર્વી દિલ્લીમાં હિંસાને જોતા વ્‍યાપારીઓએ  કેન્‍દ્રીય ગૃહમંત્રી અને ઉપરાજયપાલને બજારોની સુરક્ષા વધારવાની અપીલ કરી. સાથેજ જે વેપારીઓની દુકાનોને નુકસાન થયુ છે એમને તુરંત વળતર આપવુ અને  આસાન રીતે ઋણ આપવાની માંગ કરી જેથી એમનો વેપાર પાટા પર ચડી જાય. જેને લઇ કેન્‍દ્રીય ગૃહમંત્રીએ વેપારીઓને પણ પત્ર લખ્‍યો છે. ઉતર પુર્વી દિલ્લીમાં હિંસાને કારણે નાના બજારોની રોનક ખોવાઇ ગઇ છે તો ત્‍યાં હોલસેલ બજારમાં ણ ખરીદનાર નથી. વેપારીઓનું કહેવું છે કે  દિલ્લીમા દરરોજ અન્‍ય રાજયોમાંથી પાંચ લાખ વેપારી સામાન લેવા પહોંચે છે તહેવારો દરમ્‍યાન તો એમની સંખ્‍યા વધારે વધી જાય છે પણ આ વેપારી હવે દિલ્લીની બજારોમાંથી ગાયબ છે.

કંફેડરેશન ઓફ ટ્રેડર્સ એશોશીએસનના પ્રદેશાધ્‍યક્ષ વિપિન આહુજાએ કહ્યું છે કે દિલ્લીના શાંતિપૂર્ણ વાતાવરણને ખરાબ કરવામા  આવી રહ્યું છે ઉપરાજયપાલ વેપારીઓ અને બજારોની સમુચિત સુરક્ષાની વ્‍યવસ્‍થા કરે.

(11:08 pm IST)