Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રોહિંગ્યા શરણાર્થીઓ માટે ભારતએ બાંગ્લાદેશને ફરી રાહત સામગ્રી મોકલી

વર્ષ ર૦૧૭  થી લઇ  અત્યાર સુધી ભારતએ બાંગ્લાદેશને શરણાર્થીઓની મદદ માટે સામાનોની ચાર ખેપ મોકલી છે. સપ્ટેમ્બર ર૦૧૭ માં ભારતએ ૯૮૧ મેટ્રીક ટન રાહત સામગ્રી મોકલી હતી.

ભારતએ મ્યામારના રમાઇન પ્રાંતથી આવી બાંગ્લાદેશમાં રહેતા શરણાર્થીઓ માટે ઘણી બધી રાહત સામગ્રીઓ મોકલી છે. આમા મોટી સંખ્યામાં પેડલવાળા સીલાઇ મશીન, ઓફીસ ટેન્ટ અને અન્ય રાહત સામગ્રીઓ સામેલ છે. ઓકટોબરમા બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાની ભારત યાત્રા દરમ્યાન ભારતએ મદદ સામગ્રી મોકલવાનો વાયદો કર્યો હતો.  બાંગ્લાદેશમાં ભારતની ઉચ્ચાયુકત રિવા ગાંગુલીદાસએ રાહત સામગ્રીઓ કોકસ બજારમા બાંગ્લાદેશના મંત્રી ઇનામુર રહમાનને સોંપી ભારતી ઉચ્ચાયોગની તરફથી જારી પ્રેસ વિજ્ઞપ્તી મુજબ ભારતએ ૧૦૦૦ સિલાઇ મશીન, ૩ર ઓફીસ ટેન્ટ, ૩ર અન્ય સહાયતા કીટ અને ૯૯ પરિવારોને રહેવા માટે ટેન્ટ બાંગ્લાદશને સોંપ્યા છે.

વિજ્ઞપ્તીના મુતાબીક  બાંગ્લાદેશ સરકાર તરફથી મ્યાંમારથી આવી ફોકસ બાજારના અસ્થાયી કેમ્પોમાં રહેનારા શરણાર્થીઓની માનવીય મદદનો ભારત લગાતાર સમર્થન કરતુ રહ્યુ જેમા દુધ પાવડર, સૂકી માછલી, બેબીફૂડ, રેઇનકોટ, બુટ સહીત ૩૭૩ મેટ્રીક ટન સામગ્રી મોકલી હતી.

(10:33 pm IST)