Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું હિંસા પીડિતો માટે વળતરનુ એલાનઃ મૃતકોના પરિજનોને મળશે રૂ. ૧૦ લાખ

નવી દિલ્લીઃ જાગરણ સંવાદદાતા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલએ ગુરુવારના હિંસા પીડિતો માટે વળતરનું એલાન કર્યુ છે. રાહત રાશિનુ એલાન કરતા દિલ્લી સરકારના મુખિયા કેજરીવાલએ મૃતકોના પરિજનોને રૂપીયા દશ-દશ લાખ  વળતર આપવાની વાત કહી છે.  આ ઉપરાંત એમણે બતાવ્યું કે દિલ્લી સરકારના ફરિશ્તા સ્કીમને લઇ બધા ઘાયલોને મફત ચિકીત્સા સુવિધા આપવામા આવશે. આનાથી ઘાયલોને રાહત મળવાની આશા છે. જેમણે પાછલા દિવસોમાં થયેલ હિંસામા પોતાનું સર્વસ્વ ગુમાવી દીધુ છે.

સીએમ કેજરીવાલએ વળતરનુ એલાન કરતા કહ્યું કે તોફાનમા  માર્યા ગયેલા લોકોના પરિજનોને રૂ. દશ-દશ લાખ દિલ્લી સરકાર તરફથી આપવામા આવશે. દિલ્લીમાં થયેલ હિંસક  પ્રદર્શન દરમ્યાન ઉતર-પૂર્વી વિસ્તારમાં ઘણા લોકોએ પોતાની ઘર-દુકાન બધું જ ગુમાવી દીધેલ છે. હિંસા પછી આ વિસ્તારમાં બહારથી આવેલા લોકો ખાસ કરીને બિહાર-યુપીના લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા ગયા છે.

(10:32 pm IST)