Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

તામિલનાડુના જમ્‍બૂકેશ્વર મંદિર પાસેથી મળ્‍યો પ૦પ સોનાના સિકકા ભરેલો કળશ

થિરૂવનાઇકવલમા જમ્‍બુકેશ્વર મંદિર પાસે ખોદાણ દરમ્‍યાન એક કળશમાંથી ૧.૭૧૬ કિલોગ્રામ વજનના સોનાના પ૦પ સિકકા મળ્‍યા છે. આમાંથી પ૦૪ સિકકા નાના એક સિકકો મોટો છે. મંદિર પ્રશાસનને આ વાતનો ખ્‍યાલ આવતા કળશ પોલીસને હવાલે કરવામાં આવ્‍યો છે .

માનવામા આવી રહ્યું છે કે મળેલા સિકકા લગભગ ૧૦ મી કે ૧રમી સદીના હોઇ શકે છે. એટલું જ નહી આ સિકકા પર અરબી લીપીના અક્ષરો પણ લખેલા જોવા મળ્‍યા છે. મંદિર પ્રશાસનએ બતાવ્‍યુ કે આ મંદિરનુ નિર્માણ ૧૮૦૦ વર્ષ પહેલા થયુ હતુ.

(9:49 pm IST)