Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હી:તોફાનીઓના ટોળાએ મુસ્લિમ પરિવારના ઘરને સળગાવ્યું હિન્દૂ જીવના જોખમે બચાવ્યા

સળગતા ઘરમાં કૂદીને યુવકે છ સભ્યોને બચાવતા તોફાનીઓ દંગ રહી ગયા

નવી દિલ્હી: દિલ્હીના શિવ બિહાર વિસ્તારમાં તોફાનીઓએ એક મુસ્લિમ પરિવારના ઘરને આગ ચાંપી દીધી હતી. આ જોઈને આખું ઘર આગની લપેટમાં આવીને  સળગવા લાગ્યું અને મુસ્લિમ પરિવાર જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો .

          ન્યૂઝસ્ટેટના અહેવાલ મુજબ, પડોશમાં રહેતા હિન્દુ યુવકે તેમના પાડોશીને બચાવવા માટે પોતાનો જીવની બાજી લગાવી દીધી,તે પોતાના જીવના જોખમે સળગતા ઘરમાં ગયો અને તે મુસ્લિમ પરિવારના 6 સભ્યો એક પછી એક આગની જવાળાઓથી બચાવી બહાર લાવ્યો હતો આ જોઈને તોફાનીઓ પણ ત્યાંથી ખસી ગયા.
          આ યુવકે મુસ્લિમ પાડોશીને બચાવવા પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો અને આ સમય દરમિયાન તે ખરાબ રીતે દાઝી ગયો હતો. યુવાનને સારવાર માટે જી ટીબી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

(9:34 pm IST)