Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અમેરિકામા થનારી વસતિ ગણતરી માટેના ફોર્મ ભરવામાં એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઈલૅન્ડર્સ ( AAPI ) મદદરૂપ થશે : હોટ લાઈન દ્વારા હિન્દી ,બંગાળી સહિતની ભાષાઓમાં જવાબો અપાશે

વોશિંગટન : અમેરિકામાં થનારી વસતિ ગણતરીના ફોર્મ ભરવામાં એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઈલૅન્ડર્સ ( AAPI ) મદદરૂપ થશે.જેનો હેતુ એશિયન અમેરિકન નાગરિકોને આ વસતિ ગણતરીથી આગામી દિવસોમાં અમેરિકન નાગરિકોને મળતા તમામ અધિકારો પ્રાપ્ત કરાવવાનો છે.ફોર્મ ભરવા માટેનું માર્ગદર્શન હિન્દી ,બંગાળી ,સહીત જુદી જુદી 10 ભાષાઓમાં મળી શકશે.
આ માટે એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસના હોટ લાઈન નંબર (844)-2020 API અથવા (844)-202-0274 દ્વારા સંપર્ક કરી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:46 pm IST)