Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

જવાબ આપવા કેન્દ્રને ચાર સપ્તાહની મહેતલ

દિલ્હી હિંસા મામલો દિલ્હી હાઈકોર્ટમાં

નવીદિલ્હી, તા. ૨૭ : નાગરિક સુધારા કાનૂનને લઇને ઉત્તરપૂર્વીય દિલ્હીમાં કોમવાદી હિંસાના સંદર્ભમાં મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ પહોંચી ગયો છે. આજે દિલ્હી હાઈકોર્ટે સમગ્ર મામલાની સુનાવણી કરતી વેળા કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર સપ્તાહની મહેતલ આપી હતી. ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ હરીશંકરની બનેલી બેંચે એફઆઈઆર દાખલ કરવા અને ઉત્તરપૂર્વીય દિલ્હીમાં ધરપકડ કરવા માટે માંગ કરીને દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં કેન્દ્ર સરકારને છુટછાટ આપી હતી.

      કોર્ટે અરજીના સંદર્ભમાં તેમના જવાબો આપવા કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને ચાર સપ્તાહની મહેતલ આપી હતી. ભાજપના ત્રણ નેતાઓ સામે ઉશ્કેરણીજનક ભાષણબાજી સામે એફઆઇઆર દખલ કરવની માંગ કરીને અરજી કરવામાં આવી છે. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ બેંચ સમક્ષ કહ્યું હતું કે, હિંસાના સંદર્ભમાં ૪૮થી વધુ એફઆઈઆર દાખલ કરવમાં આવી ચુકી છે. રાષ્ટ્રીય પાટનગરમાં જ્યાં સુધી સામાન્ય સ્થિતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી ન્યાયિક દરમિયાનગીરીની બાબત બિલકુલ પણ યોગ્ય રહેશે નહીં.

(7:50 pm IST)