Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કાલે દિલ્હીના સ્ટુડીયો લોટસના પ્રણેતા આર્કીટેકટ સિધ્ધાર્થ તલવારનું પ્રેઝન્ટેશન

ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડીઝાઇનર્સ દ્વારા આયોજન

રાજકોટઃ તા.૨૭, ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડીઝાઇનર્સ - સૌરાષ્ટ્ર ચેપ્ટર આપણી પરંપરાગત, જુદા જુદા પ્રદેશોનુસારની સ્થાપત્યકલા અને હસ્તકલાનો ઉપયોગ કરીને કામ કરતા ડીઝાઇનર્સ, આર્કીટેકટસને પોતાના અનુભવ અને નોલેજનું  જ્ઞાન આપવા આમંત્રીત કરી રહયું છે. જેના ભાગરૂપે આવતીકાલે તા.૨૮ના શુક્રવારના રોજ દિલ્હી સ્થિત 'સ્ટુડીયો લોટસ'ના પ્રણેતા આર્કીટ્ેકટ સિધ્ધાર્થ તલવાર પ્રેઝનટેશન આપવા માટે આવી રહયા છે.

સ્ટુડીયો લોટસ આપણા પરંપરાગત બાંધકામ શૈલી અને હસ્તકલાને અગ્રીમતા આપીને વિવિધ પ્રકારની હોટેલ્સ, રીસોર્ટસ, મોલોનું નવીનીકરણ, શોરૂમ, સંસ્થાઓ, સરકારી ભવનો વગેરેનું નિર્માણ કરવા માટે અનેેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોડસ મળી  ચુકયા છે. તેમજ વિવિધ ડિઝાઇન જર્નલ્સ, મેગેઝીન પુસ્તકોમાં તેઓના પ્રોજેકટ વિચારો અને કાર્યપધ્ધતીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડીઝાઇનર્સ-સૌરાષ્ટ્ર ચેપ્ટરના ચેરમેન હરેશ પરસાણાની આગેવાની હેઠળ, સ્પીકર કમીટીના સભ્યો, શૈલી ત્રિવેદી, રચેશ પીપળીયા, કાર્તિક ભટ્ટ, દેવાંગ પારેખ, પરાગ ઉદાણી, કુશલ શાહ, દર્શીતા જોષી તેમજ ભરતભાઇ હપાણી જહેમત ઉઠાવી રહયા છે.

(4:23 pm IST)