Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રામ અને રામકથા દુર પૂર્વના એશિયાઇ દેશોમાં પણ લોકપ્રિય

ઇન્ડોનેશીયામાં પર્યટનની આવકમાં રામાયણ આધારીત નૃત્ય નારિકાઓની આવક એક મુખ્ય સ્ત્રોત છે

નવી દિલ્હી તા. ર૭ : વિશ્વવ્યાપી રામ ભકતોનેએ જાણીને આશ્ચર્ય ન થવું જોઇએ કે ભારતથી સાત સમંદર પાર પણ એક ''અયોધ્યા'' છે જે સદિઓથી થાઇલેન્ડની રાજધાની બનેલી છે થાઇલેન્ડમાં રાજાનું સ્થાન સર્વોપરી છે. હાલમાં શાસન કર્તા ચક્રીવંશના બધા રાજા આજે પણ રામના નામથીજ ઓળખાયછે. આ પરંપરા અનુસાર વર્તમાન શાસક, વજીરાલોંગકોમને રામ દશમ નામથી ઓળખવામાં આવે છે.

રામ અને રામકથા ભારત જ નહી દુર પૂર્વના એશિયાઇ દેશો જેમ કે થાઇલેન્ડ, કંબોડિયા, મલેશિયા, ઇન્ડોનેશીયા, મ્યાંમાર (બર્મા વિયેટનામ, નેપાળ, ફ્રીજી, શ્રીલંકા વગેરેમાં આજે પણ સૌથી વધુ લોકપ્રિય છે. વિષ્ણનું વાહન ગરૂડ, વિશ્વની સૌથી વધુ મુસ્લિમ વસ્તી વાળા દેશ ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય ચિન્હ છે.

ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય એરલાઇનનું પણ ગરૂડ છે. રામદુત અને સંકટ મોચક હનુમાનના તાવીજ અને તેના ફોટા તથા મૂર્તિઓ સાથે રાખવાનું આજ પણ ઇન્ડોનેશીયાઇ પરંપરાનું અભિન્ન અંગ છે.

રામકથા પર આધારિત નૃત્ય-નાટીકાઓ, રામાયણ સમગ્ર બાલી દ્વિપમાં અત્યંત લોકપ્રિય છે જેનું મંચન ઇન્ડોનેશીયાના ભવ્ય હિન્દુ મંદિરોમાં રોજે રોજ કરાય છે. રામાયણ પર આધારિત આ નૃત્ય નાટીકાઓનો આનંદ દેશ-વિદેશના પ્રવાસીઓ ઉઠાવે છે. ઇન્ડોનેશિયાના પ્રવાસન ઉદ્યોગને થતી આવકનો એક મોટો સ્ત્રોત છે.

બાલીના ભવ્યમંદિરોમાં રામકથાના ભીંત ચિત્રો અને મંદિરો તથા સાર્વજનીક જગ્યાઓએ લાગેલી વિશાળ પ્રતીમાઓ આજે પણ બાલીની સમૃદ્ધ ભારતીય પુરાતન સંસ્કૃતિને સહજ રીતે જીવંત કરે છે.

(3:59 pm IST)