Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

એર ઇન્ડીયાની ખરીદીમાં અદાણીને રસ : હરરાજીની અવધી વધી શકે છે

નવી દિલ્હી, તા., ર૭:  એર ઇન્ડીયાની હરરાજી માટે બોલી લગાવવાની અંતિમ તારીખ ૧૭ માર્ચ છે. જો કે આ અવધી વધી શકે છે. એર ઇન્ડીયાની ખરીદી માટે જે લોકો દિલચસ્પી દેખાડી રહયા છે તેમના તરફથી  કોઇ પણ જાણકારી એકઠી કરવાની પહેલા નકકી કરાયેલી તારીખ ૧૧ ફેબ્રુઆરીથી વધારીને ૬ માર્ચ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ખરીદીમાં રસ દાખવનાર કંપનીઓમાં હવે એર ઇન્ડીયાના વર્ચ્યુઅલ ડેટારૂમ સુધી પહોંચવાની વ્યવસ્થા  કરાવવામાં આવી છે.

એર ઇન્ડીયા ખરીદવામાં રસ દેખાડનારી કંપનીઓ તરફથી કેટલાક વધુ સવાલ ઉઠાવવાની સંભાવના છે. જેના જવાબો નગર વિમાન મંત્રાલયે અને તેમના લાગતા-વળગતા નિયુકત સલાહકારો દ્વારા આપવામાં આવશે.

ટાટા પછી હવે અદાણી ગૃપ પણ એર ઇન્ડીયાની બોલી લગાવવાનો વિચાર કરી રહયું છે. સુત્રોએ જણાવ્યું કે અંતિમ નિર્ણય પર પહોંચવા પહેલા કંપની એર ઇન્ડીયાના હરરાજી દસ્તાવેજો ચકાસી રહી છે. પ્રાથમીક તબક્કે અદાણી ઇચ્છુક છે. જો કે તેમણે જોર દઇ કહયું કે બોલી લગાવવાનો નિર્ણય જાંચ-પડતાલ બાદ જ કરવામાં આવશે. તેમના હરીફ તરીકે ટાટા, હિન્દુજા, ઇન્ડીગો અને ન્યુયોર્કની ઇન્ટ્રપ્સ કંપનીઓ છે.

સરકાર એર ઇન્ડીયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચી રહી છે. આ કંપનીઓની સાથે સરકારે સસ્તી વિમાન સેવા દેવાવાળી આનુસંગીક કંપનીનો પ૦ ટકા હિસ્સો વેચવાની દરખાસ્ત પણ રાખી છે.

(3:58 pm IST)