Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મહારાષ્ટ્રમાં મરાઠી ફરજીયાત

તમામ સ્કૂલોમાં ૧ થી ૧૦ ધોરણ સુધી

મુંબઇ : રાજ્યની તમામ સ્કૂલોમાં એકથી દસ ધોરણના વિદ્યાર્થીઓ માટે મરાઠી ભાષા શીખવવી ફરજીયાત કરતો કાયદો આજે વિધાનસભામાં પ્રસ્તાવિત કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું  હતું કે આ નિર્ણય આઇબી, આઇસીએસઇ, અને સીબીએસઇની સ્કૂલોના પ્રતિનિધીઓ સાથે ચર્ચા-વિચારણા કરી લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના દક્ષિણ રાજ્યોમાં સ્થાનિક ભાષા કઇ રીતે શીખડાવામાં આવે છે, તેનો અભ્યાસ કર્યો હતો. જોકે તેના આ નિવેદન બાદ શિવસેનાના વિધાનસભ્ય ભાસ્કર  જાદવે જણાવ્યું હતું કે આવો અભ્યાસ કરવાની કોઇ જરૂર નથી, સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. તેના જવાબમાં ગાયકવાડે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એકથી દસ ધોરણના વિદ્યાર્થીઓ માટે મરાઠી ફરજીયાત કરવા મક્કમ છે. અમલ નહિં કરનારને લાખનો દંડ થશે.

(3:56 pm IST)