Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વિકાસ 'ગાંડો' થયો!!

૪૦ વર્ષમાં વાહનો ૬૦ ગણા વઘ્યા !!!

નવી દિલ્હી, તા.૨૭: રસ્તા સહિતની વધેલી માળખાકીય સુવિધાઓના કારણે ઝડપી પરિવહન માટે વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

હાલના ઝડપી યુગમાં દેશમાં વિકાસ ઝડપભેર થઇ રહ્યો છે. ઝડપી વિકાસના કારણે પરિવહનને ઝડપી બનાવવા વાહનોની સંખ્યામાં પણ ભારે વધારો થવા પામ્યો છે. દેશમાં માર્ગ પરિવહન માટે વધેલા રસ્તાઓ સહિતની માળખાકીય સુવિધાઓના કારણે દેશમાં ૪૦ વર્ષમાં વાહનોની સંખ્યામાં ૬૦ ગણો વધારો થયો હોવાનો એક અભ્યાસમાં બહાર આવવા પામ્યું છે.

દેશમાં માત્ર માનવ વસ્તીનો વધારો જ સમસ્યાનું કારણ બને છે. એવું નથી અત્યારે રસ્તા પર વાહનોની અવર જવર માટે મુશ્કેલીનું કારણ બની ગઇ છે.

ભારતના રસ્તા ઉપર બમ્પર ટુ બમ્પર વાહનોની કતારો દેશમાં ૧૯૮૧ થી નોંધાયેલા વાહનોની ૫.૪ મિલિયનની સંખ્યા ૨૦૧૯માં ૬૦ ટકા જેટલી વધીને ૩૦૩ મિલિયન સુધી પહોંચી ચુકી છે. જેથી કહી શકાય કે વાહનોના મામલે વિકાસ ગાંડો થયો છે.

દેશમાં વધી રહેલા વાહનોમાં એકયુવી, ટેકસી, ટ્રેકટર, બસ, મોટર સાઇકલો, રીક્ષાઓ, ખટારા અને પબ્લીક પરિવહન માટે વાપરવામાં આવતા એસ.યુ.વી. અને ટેક્ષીઓની સંખ્યા ૪૦ વર્ષમાં ૪૦ ગણી વધી ગઇ છે. ૧૯૮૧માં પેસેન્જર વાહનોની નોંધણીનો આંક ૧.૨ મિલિયનની સંખ્યાએ પહોચ્યો હતો. આ આંકડો ૨૦૦૫ માં ૧૦ મિલિયન અને ૨૦૧૯માં ૪૦ મિલિયન સુધી પહોચ્યો છે. સૌથી વધારો મોટરોમાં થાય છે. દેશના વાહન ઉદ્યોગની અત્યારે ચાંદી- ચાંદી ચાલી રહી છે. ભારતમાં બે પૈંડા વાળા વાહનોની સંખ્યા ૨.૬ મિલિયનમાંથી ૪૦ વર્ષમાં રર૮ મિલિયનને પહોંચી છે. આ વધારો છેલ્લા ૧પ વર્ષથી વધુ ઝડપી બન્યો છે. બે પૈંડાવાળા વાહનોનો ર૦૦પનો આંકડો ૫૯ મિલિયન હતો અને ૨૦૧૬ માં ૧૬૯ સુધી પહોંચી ચુકયો છે.

ભારતના રસ્તાઓ પર ૪૦ વર્ષના ગાળામાં બસોનો દબદબો પણ વધતો જાય છે. ૦.૨ મિલિયન થી ૧.૫ મિલિયન સુધી પહોચ્યો છે. ભારતે વાહનોના વધારો થાય છે. પણ તેનો વધારો ખાનગી વાહનોના પ્રમાણમાં ઓછો છે. ૪૦ વર્ષમાં ૦.૬ મિલિયનથી ભારે વાહનોનો આંકડો ૪.૫ મિલિયન સુધી પહોચ્યો છે. ટ્રેકટરો, ટ્રોલી રિક્ષાઓ પણ ૦.૯ મિલિયન માંથી રર મિલિયન સુધી પહોંચી છે. અત્યારે બસ અને ભાર વાહક વાહનોનો આંક ત્રણ મિલિયન સુધી છે. જેમાંથી મોટાભાગના વાહનો ૧પ વર્ષ જુના છે. 'ડાર્ટ' ના અહેવાલમાં જણાવાયું છે કે ૧૯૯૧ થી ૨૦૦૫ સુધીમાં ૭.૩૮ મિલિયન પેસેન્જર બસ અને ૨૬૮ મિલિયન ખટારા અને ભારવાહક વાહનોનો સમાવેશ થાય છે. સરકાર વાહનોની વસ્તીનું નિયંત્રણ લાવવા માટે જુના વાહનોનાં નિકાલ અને ભાઠા જેવા વાહનો ભાગી નાખવાની કેવી નીતી બનાવે છે તેના પર આધાર છે જુના વાહનો ભાંગી નાખવાની નીતીમાં મોટર અને મોટર સાયકલો સહિતના તમામ પ્રકારના વાહનોની વય મર્યાદા નકકી કરીને તેની વ્યવસ્થા સુચનો મંગાવવામાં આવ્યા છે.

વાહનોના આયુષ્ય અને નિકાલની મર્યાદા વાતાવરણ પર નિર્ભર છે. વાહન ભાંગી નાખવાના નિયમો ફરજીયાત બનાવવાના છે કે મરજીયાત તેની વિચારણા ચાલુ થઇ છે જો તે મરજીયાત રાખવામાં આવે તો તેની કોઇ અસર ન થાય દેશમાં અત્યારે વાહનોની સંખ્યા સતત પણે બમ્પર બમ્પર ટ્રાફીક જામનું કારણ બની હોવાનું આઇ.સી.આર.એ.ના આશિષ મદાણી જણાવ્યું હતું.

દેશમાં ટ્રાફીક સેન્સના અભાવે માર્ગ અકસ્માત અને માર્ગ અકસ્માતથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં ૨૦૧૮માં વાહન અકસ્માતથી દર કલાકે એક મોત થયું હતુ દેશમાં કુલ ૧.૫૧ લાખ મોત થયા હતા. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશમાં ૨૦૧૭ કરતા ૨૦૧૮માં વાહન અકસ્માતમાં ૦.૪૬ ટકાના વધારો થયો હતો જયારે વાહન અકસ્માતથી મોતનો ૨.૩૭ ટકાનો વધારો થયો હતો. વિશ્વમાં વાહન અકસ્માતમાં થતા મોતની બાબતમા ૧૨ ટકા મોત સાથે ભારતે ચીનને પણ પછાડી દીધું.

(3:53 pm IST)