Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ગાયના છાણમાંથી બનેલી પાદુકા

માનસિક બિમારી અને બ્લડ પ્રેશરથી બચાવશે

નવી દિલ્હી,તા.૨૭: ગાયના છાણના ચપ્પલો હવે માનસિક બિમારીઓ અને બ્લ્ડ પ્રેશરની તકલીફોની બચાવશે. આંતરરાષ્ટ્રીય શિવરાત્રી મહોત્સવમાં સરકારી પશુપાલન વિભાગના સ્ટોલમાં આ ખાસ પ્રકારના ચપ્પલો પ્રદર્શનોમાં મુકાયા છે. તેને વૈદિક ચરણપાદુકાનું નામ આપવામાં આવ્યું છે. દાવો કરાઇ રહ્યો છે કે સમગ્ર વિશ્વમાં ગોબરથી બનનારી આ પહેલી ચરણ પાદુકા છે તેને પહેરવાથી વ્યકિતની બીપી વધવું અને ઘટવું નિયંત્રીત બનશે. સ્નાયુઓમાં ખેંચાણમાં રાહત મળશે. અને માનસિક બિમારીઓથી બચાવ ઉપરાંત બેચૈની, ચીડીયાપણુ જેવા સ્થિતિમાં પણ ગોબરમાંથી બનેલી પાદુકાઓ કારગત સાબિત થશે. આની પાછળનો વૈજ્ઞાનિક તર્ક પણ અપાયો છે કે ગાયના છાણમાં બેકટેરીયા અને વાયરસનો નાશ કરવાની શકિત છે. આધુનિક વિજ્ઞાને પણ ગોબરના આ ગુણને સ્વીકાર્યો છે.

ભીષણ રોગ ઉત્પન્ન કરતા બેકટેરીયા -વાયરસનો નાશ કરવામાં ગોબર કારગત નિવડે છે. તેના આ ગુણના કારણે જ કેટલાક વર્ષો પહેલા ઇટલીના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં કહ્યું હતું કે ટીબી સેનેટોરીયમમાં ઓછામાં ઓછો એક ભાગ તો ગોબરથી લીપેલો રાખવામાં આવે તો ટીબીના જતુઓ અપેક્ષા કરતા ઝડપથી નષ્ટ થાય છે.

પશુપાલન વિભાગના કાઉન્ટરમાં બેસેલા કર્ણસિંહે જણાવ્યું કે તેમના સ્ટોલમાં ગોબર એટલે કે વૈદિક પ્લોસ્ટરથી ચરણ પાદુકાઓ તૈયાર કરાઇ છે. જેને હવે વિશ્વની પહેલી વૈદિક ચરણ પાદુકાનું નામ આપવામાં આવ્યું છે. તેને પહેરનાર વ્યકિતને વિભિન્ન પ્રકારના લાભ મળે અને રોગોથી મુકિત મળે છે.

આ ચરણ પાદુકા બનાવવા માટે ગોબરમાં કુદરતી તેલને મિક્ષ કરવામાં આવે છે. સુકાઇ ગયા પછી આ ઓઇલ મિશ્રિત ગોબરને મશીનમાં પ્રેસ કરીને ચરણ પાદુકાનો આકાર આપવામાં આવે છે. તેમાં તળીયાામં એચડીએમ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ગોબરમાંથી બનેલ ચરણ પાદુકાની માંગને જોતા તેની બજાર કિંમત ૭૦૦ રૂપિયા રાખવામાં આવે છે. જો કે સ્ટોલમાં તે માત્ર સેમ્પલ તરીકે જ રખાઇ છે. પણ માંગ વધશે તો બજારમાં તેને તાત્કાલીક ઉતારવામાં આવશે.

(3:53 pm IST)