Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આ શ્વાન છે કે શિયાળ?

નવી દિલ્હી,તા.૨૭: છેલ્લા એક અઠવાડિયાથી સોશ્યલ મીડિયામાં 'ફોકસ ડોગ'નો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં ફરે છે અને એ ફોટોગ્રાફ કૂતરાનો છે કે શિયાળનો છે કે પછી બત્નેનું વર્ણસંકર મિશ્ર રૂપ છે એ કોઈ આત્મવિશ્વાસથી કહી શકતું નથી. તેના કાન ઊંચા અને પોઇન્ટેડ છે તેમ જ મા' અણિયાળું છે જે શિયાળ જેવું લાગે છે. બીજી તરફ તએના પેટનો ભાગ શ્વાન જેવો ભરાવદાર છે. 'મ્યા' નામે ઓળખાતા આ એનિમલનો ફોટોગ્રાફ ૨૦૧૬થી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઈન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે. થોડા વખત પહેલાં સોશ્યલ મીડિયા પર ફરતા ફોટોગ્રાફમાં એની જાતિ ઓળખવાના પ્રયાસમાં લોકો તરફથી તરેહતરેહના જવાબ મળ્યા. મોટા ભાગના લોકો એમાં ગડથોલિયુંખાતા હતા. તમે પણ જો તસવીર જોઈને સહેજ મૂંઝાયા હો તો કડી દઈએ કે આ પ્રાણી હકીકતમાં પોમેરિયન-હસ્કી મિકસ એટલે કે વર્ણસંકર જાતિનો શ્વાન છે.

(3:49 pm IST)