Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હી હિંસાનું તાંડવ

'આપ' નેતાના ઘરેથી મળ્યા પથ્થરો - પેટ્રોલ બોંબ

IBના કર્મચારી અંકિત શર્માની હત્યાનો પણ આરોપ : દિલ્હીની હિંસા ભડકાવવાનો'ય આરોપ

નવી દિલ્હી તા. ૨૭ : નોર્થ ઇસ્ટ દિલ્હીના ખજૂરમાં હિંસા ભડકાવામાં આપ કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? હવે તેમના ઘરમાંથી આવેલી કેટલીક તસવીરોએ શંકાની સોંઇ વધુ ઘેરી બનાવી દીધી છે. તાહિર હુસૈનના ઘરેથી ગિલોલ, પેટ્રોલ બોમ્બ અને કટ્ટા અને ટ્રેમાં ભરેલા મોટા પથ્થર જપ્ત કર્યા છે. આ ઘરનો વીડિયો ફણ પહેલાં સામે આવ્યો હતો જેમાં ત્યાંથી સતત પથ્થર અને પેટ્રોલ બોમ્બનો મારો થઇ રહ્યો હતો. આઇબી સ્ટાફ અંકિત શર્માના મર્ડર પાછળ પણ પરિવાર આ ઘરની છત પર હાજર લોકોને જવાબદર ગણાવી રહી છે. જો કે આપ કોર્પોરેટર તાહિર પોતાને નિર્દોષ માની રહી છે. આમ આદમી પાર્ટી તાહિર હુસૈનના બચાવમાં ઉતરી છે અને આ કેસમાં નિષ્પક્ષ તપાસની માંગણી કરી રહ્યા છે.

હવે માહોલ શાંત થયા બાદ જયારે કેટલાંક મીડિયાકર્મી આ ઘરની છત પર પહોંચ્યા તો નજારો દેખાયો. ઘરની છત પર પથ્થર જ પથ્થર દેખાયા. ત્યાં કેટલાંક પથ્થરોના ટુકડા પણ હતા, જાણે કે મોટા પથ્થરોને તોડીને નાના કર્યા હોય. સાથો સાથ ત્યાં એક મોટી ગિલ્લોલ પણ પડી હતી. આ સિવાય કોલ્ડડ્રિંકની બોટલોમાં પેટ્રોલ ભરેલું મળ્યું છે, જેના પર કપડું લગાવીને તેમાંથી બોમ્બ બનાવાની કોશિષ થઇ છે. આ સિવાય કેટલાંય કોથળાઓ, બોરીઓ મળી જેમાંથી કેટલાંક પથ્થર પણ હતા.

આ કેસમાં તાહિર અત્યાર સુધી પોતાને નિર્દોષ બતાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે હિંસાના સમયે તેઓ ઘરમાં હાજર જ નહોતા. પોલીસે તેમને પહેલાં જ ત્યાંથી નીકાળી દીધા હતા. તેઓ બોલ્યા કે મારા ઘરમાંથી કોણ બોમ્બ ફેંકી રહ્યું હતું ખબર નથી. તેમણે એમ પણ દાવો કર્યો કે સામેના ઘરોમાંથી પણ તેમના ઘરની તરફ પથ્થર પડી રહ્યા હતા.

આમ આદમી પાર્ટી પોતાના કોર્પોરેટરના બચાવમાં ઉતરી ગઇ છે. AAPએ દિલ્હી પોલીસ પર આરોપ મૂકતા કહ્યું કે પોલીસ તાહિરના ઘર પર આઠ કલાક બાદ પહોંચી હતી. આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. આપ નેતા સંજય સિંહે કહ્યું કે તાહિર હુસૈનનો પ્રશ્ન છે, તેમને નિવેદન રજૂ કર્યું. તેમના ઘરની અંદર ભીડ ઘૂસી તો પોલીસને માહિતી આપી. સતત પોતાના બચાવ માટે પોલીસની મદદ માંગી. પોલીસ આઠ કલાક બાદ પહોંચી અને પોલીસે તેમને કાઢ્યા. કયાંય કોઇ દોષિત હોય તો તમે કાર્યવાહી કરો. તાહિર હુસૈનનું નિવેદન છે કે તેમના ઘરમાં ટોળું ઘૂસ્યું હતું. પથ્થર કેમ હતા તેના પર કહ્યું કે પોલીસના અધિકારી જ એ બતાવી શકે છે. તેઓ તો બે દિવસથી ઘરમાં જ નથી.

આ વિસ્તારમાં રહેતા ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઓફિસર ૨૬ વર્ષના અંકિત શર્માની હત્યા થઇ ગઇ. અંકિતના પરિવારનો આરોપ છે કે તાહિર હુસૈનની છત પર જે લોકો હાજર હતા તેઓ જ અંકિતને ઘસડીને લઇ ગયા હતા અને તેમણે જ અંકિતનું મર્ડર કર્યું. અંકિતની ડેડ બોડી નજીકના નાળામાંથી જપ્ત થઇ હતી.

(3:15 pm IST)