Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નોટબંધીનું ભુત ફરી ધુણ્યું: ૧પ૦૦૦ જવેલર્સને નોટિસ

સરકારની આવક ઘટતા નોટબંધી વખતના ૩ વર્ષ જુના કેસ વીણી-વીણીને બહાર કાઢયા : આયકર વિભાગે જેમ્સ-જવેલરી સેકટર પાસે રૂ.પ૦,૦૦૦ કરોડની માંગણીઃ 'ઓવર સેલ્સ'કરનારાઓમાં ગભરાટઃ સમગ્ર આવકને ટેક્ષ ગણી માંગણી થતાં નારાજી

નવી દિલ્હી તા. ર૭ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૬ માં હાઇ વેલ્યુ કરન્સી નોટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યા સોનુ ખરીદવા દોટ લગાવનારા ગ્રાહકો પાસેથી પૈસા બનાવનારા જવેલર્સોને આવકવેરા ખાતાએ હવે સાણસામાં લેતા જબરો ઉહાપોહ મચી ગયો છે. આયકર ખાતાએ નોટીસો મોકલી ખુલાસો પુછતાં જવેલર્સોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

૮ નવેમ્બર ર૦૧૬ ના રોજ પીએમ મોદીએ પ૦૦ અને ૧૦૦૦ ની નોટ ઉપર પ્રતિબંધ મૂકી દેતા લોકો જવેલર્સ પાસે દોડી ગયા હતાં અને પ૦૦ અને ૧૦૦૦ ની નહિ  જાહેર કરેલી રકમમાંથી સોનુ-ચાંદીની ખરીદી કરી હતી. મુંબઇના એક જૈન અટકધારી જવેલર્સે તો તેનો પુરેપૂરો સ્ટોક વેંચી નાખ્યો  હતો અને બે સપ્તાહ મળતી આવક એક જ દિવસમાં મેળવી હતી. ૩ મહિના પછી તેને આયકર વિભાગ તરફથી નોટીસ મળી હતી અને આવકનાં સોર્સની વિગતો માંગવામાં આવી હતી. તેમને એક જ રાતમાં મેળવેલી આવકને કાળુ નાણુ ગણવામાં આવી હતી. જૈન આ આદેશ સામે અપીલમાં ગયા હતા પણ નિયમ મુજબ તેમને ર૦ ટકા રકમ ભરવી પડી હતી. જૈનનું કહેવું છે કે જો આમે કેસ હારી જઇ એ તો બાકીની રકમ ચુકવવા અમારે ધંધો જ બંધ કરી દેવો પડે.

ઓલ ઇન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસો. ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના કહેવા મુજબ જૈન જેવી ૧પ૦૦૦ જવેલર્સને નોટીસો મળી છે. તેમણે એવો અંદાજ મૂકયો છે કે આયકર વિભાગ જેમ્સ એન્ડ જવેલરી સેકટર પાસે રૂ. પ૦,૦૦૦ કરોડની રકમ માંગી રહયુ છે આનાથી આ ઉદ્યોગમાં ગભરાટ અને સમસ્યા ઉભી થઇ છે. લાંબા ગાળે ભારે નુકસાન જશે કારણ કે જેમને અપીલમાં જવું હોય તેમણે ર૦ ટકા રકમ ભરવી પડે આ માટે તેઓએ બુલીયન કે જવેલરી ક્રેડિટ પર લેવી પડે. જો તેઓ કેસ હારી જાય તો જવેલર્સ લોનમાં ડિફોલ્ટ થાય, છેવટે નાણા આપનારા અને બેંકોને અસર થશે.

ટેક્ષ સત્તાવાળાઓને પાસ્ટ રેવન્યુ પર ટેક્ષની ડીમાન્ડ કરવી એ તેમનો અધિકાર છે પણ સમગ્ર આવકને ટેક્ષ ગણવી એ વ્યાજબી નથી.

બે સીનીયર ટેક્ષ અધિકારીઓએ કહયું છે કે વિભાગે હજારો નોટીસો ફટકારી છે જેમાં જવેલર્સનો પણ સમાવેશ થાય છે તેઓની માગણી ૧.પ થી ર લાખ કરોડના ટેક્ષની છે.

(3:15 pm IST)
  • ખંભાળીયા-મોરબી બાદ બપોરે રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા :કાંગશીયાળી નજીક શ્યામ સેલ્સ એન્ડ રીફાઇનરી ઉપર આઇટી સર્વે access_time 4:22 pm IST

  • લેહમાં 5.7 સ્કેલનો મોટો ભૂકંપ આવ્યો access_time 11:21 pm IST

  • શેરબજાર 'કોરોનાગ્રસ્ત': નીફટી ૧૧૬૦૦ની અંદરઃ સતત પાંચમા દિવસે કડાકો અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે વિદેશી બજારો તુટતા તેની અસર મુંબઇ શેરબજાર ઉપરઃ ર.૧પ કલાકે સેન્સેકસ ર૬૭ પોઇન્ટ ઘટીને ૩૯૬ર૧ અને નીફટી ૮૭ પોઇન્ટ ઘટીને ૧૧પ૯૦: સતત પાંચમા દિવસે શેરબજાર તુટતા રોકાણકારો સ્તબ્ધઃ બેંક, આઇટી, અને ટેકનોલોજીના શેર્સ તુટયા access_time 3:43 pm IST