Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

૮પ વર્ષના વૃધ્ધાનું ઘર ભડકે બાળવામાં આવતા તેઓ અંદર જ ભુંજાઇ ગયા

જયશ્રી રામના નારા સાથે ફરી રહેલા ટોળાના ખોફથી આ વિસ્તારના લોકો તેમના ઘરો છોડી ચાલ્યા ગયા હતા

 દિલ્હી, તા., ર૭: ૮પ વર્ષની ઉંમરના વૃધ્ધા તેમના ઘરમાં જ ભુંજાઇ ગયા હતા. ટોળાએ તેમના મકાનને બહારથી આગ ચાંપી દીધી હતી. રપ મી ફેબ્રુઆરીએ બપોરે આ બનાવ બન્યો હતો. મહમદ સૈયદ સલમાની  દુધ લેવા માટે બહાર ગયો હતો તેના પર તેના નાના દિકરાનો ફોન આવ્યો કે હથીયારો સાથે ફરી રહેલું ૧૦૦ લોકોનું ટોળુ તેમના વિસ્તાર ગામરી એક્ષટેન્શનમૌં ઘુસી આવ્યું છે. ખજુરી ખાસથી દોઢ કિ.મી. દુર આ વિસ્તાર આવેલો છે. વિસ્તારના ઘરો અને દુકાનોને આંગ ચાંપી દેવામાં આવી હતી. કેટલાક મકાનો તો ચાર-ચાર માળના હતા. લોકોએ ઘર બચાવવા અગાશી ઉપર છુપાઇ જાન બચાવ્યો હતો. જયારે સલમાની તેના વિસ્તાર તરફ દોડતો પાછો વળ્યો ત્યારે તેના પાડોશીઓએ તેને અટકાવી દીધો હતો. તેઓએ કહયું હતું કે ઘરે જવુ ખુબ જ જોખમી છે. કદાચ હું જીવતો નહિ બચુ જેને લઇને મારે થોભી જાવુ પડયું. ૪૮ વર્ષની ઉંમરનો સલમાની રેડીમેઇડ ગારમેન્ટના ધં઼ધા સાથે સ઼કળાયેલો છે. હું કલાકો સુધી એ જ વિચારમાં ફફડતો રહયો કે મારા પરીવારજનોનું શું થયું હશે?

જો કે મોટા ભાગના તેના પરીવારજનો બચી ગયા પરંતુ તેના ૮પ વર્ષના અશકત માતા અકબરીબેન આગમાં ભુંજાઇ ગયા. તેઓ ત્રીજા માળ ઉપર હતા. આખુ બિલ્ડીંગ સળગી ગયું હતું. આ બિલ્ડીંગમાં પહેલા બે માળ ઉપર ટેલરીંગ વર્કશોપ હતું. સલમાને કહયું કે ટોળાએે તેના ઘરમાંથી ૮ લાખના રોકડ અને દર-દાગીનાની લુંટ કરી હતી. મારી પાસે કશું બચ્યું નથી. સલમાની પોતાની માતાનો મૃતદેહ લેવા આવ્યો છે. તે તેમની અંતિમ વિધિ પોતાના ગામ મીરૂત જીલ્લામાં કરવા માંગે છે. તેણે કહયું કે, આંખે દેખ્યો નજારો જોનાર તેના પાડોશીઓએ કહયું કે જય શ્રી રામના નારા સાથે હથીયારો લઇ ટોળુ ફરતુ હતું. આ વિસ્તારના તમામ મુસ્લીમ રહેવાશીઓ પોત-પોતાના ઘરો છોડી બહાર ચાલ્યા ગયાનું મોહમદ સૈયદ સલમાનીએ જણાવ્યું હતું.

(1:12 pm IST)