Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વુહાનથી ૧૧૯ ભારતીયોને લઈ દિલ્હી પરત ફર્યુ વાયુસેનાનું વિમાન

છેલ્લા 28 દિવસમાં ભારત 850 નાગરિકોને વિશેષ વિમાન દ્વારા સુરક્ષિત લઇ આવ્યું

નવી દિલ્હી : ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૨૭૦૦ લોકોના મોત થઈ ચુકયા છે, યારે ૮૦,૦૦૦ તેનાથી પ્રભાવિત છે કોરોનાના સંકટનો સામનો કરી રહેલા વુહાનથી ૧૧૯ ભારતીયો અને અન્ય દેશના પાંચ નાગરિકોને લઈ ભારતીય વાયુસેનાનું વિમાન દિલ્હી પરત ફર્યુ છે. ચીન માટે ૧૫ ટન રાહત સામગ્રી લઈને આ વિમાન રવાના થયું હતું.

    ભારત છેલ્લા ૨૮ દિવસમાં કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોમાંથી ૮૫૦ નાગરિકોને વિશેષ વિમાન દ્રારા સુરક્ષિત લઈ આવ્યું છે. ભારતે મિત્ર દેશોના ૪૫થી વધારે નાગરિકોને પણ સુરક્ષિત કાઢા છે.

  કોરોનાના સંકટનો સામનો કરી રહેલા ચીન માટે મેડિકલ સાધનો તથા રાહત સામગ્રી લઈ ભારતીય વાયુસેનાનું ૧૭ પ્લેન વુહાન પહોંચ્યું હતું. વિદેશમંત્રી એસ જયશંકરે રાહત સામગ્રીને ખેપને મુશ્કેલ સમયમાં ચીનના લોકો સાથે ભારત મજબૂતાઈથી ઉભું હોવાનું જણાવ્યું હતું.

  સી-૧૭ ગ્લોબમાસ્ટર સૈન્ય વિમાન આશરે ૧૫ ટન મેડિકલ સહાયતા લઈને ચીન પહોંચ્યું હતું. જેમાં માસ્ક, ગ્લોવ્ઝ અને અન્ય વસ્તુઓ હતી. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૨૭૦૦ લોકોના મોત થઈ ચુકયા છે, યારે ૮૦,૦૦૦ તેનાથી પ્રભાવિત છે

(11:50 am IST)