Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ઉપ્લબ્ધ રહો

''સબંધ એ એવી વસ્તુ નથી કે પોતાની જાતે જ બની જશે. તમારે તે બનાવવા માટે મદદ કરવી પડશે''

સબંધમાં તમે હંમેશા જવાબદારી બીજા ઉપર થોપી શકો છો તમારી પાસે કોઇ આવતુ નથી તમારી કોઇને કિંમત નથી અથવા તમને કોઇ માટે લાગણી નથી. આવુ અનુભવીને તમેશું કરી શકો છો ? પરંતુ આ વસ્તુઓ ઉડાણથી જોડાયેલી છે જો તમે પહેલ કરશો તો તમે લાગણી અનુભવશો જો તમે લાગણી અનુભવો તો તમે વધારે પહેલ કરશો. આ પહેલ એકબીજાને મદદ કરશે અને કોઇકે કયાકથી તો શરૂઆત કરવી જ પડશે.

દુનીયા ઘણાબધા સુંદર લોકોથી ભરેલી છે જેઓ ઉપલબ્ધ છે બધા પ્રેમની શોધમાં છે. ફકત ઉપલબ્ધ રહો. થોડા ઉપલબ્ધ અને પહેલ કરવા માટે તૈયાર રહો નહીંતર તે કયારેય બનશે નહી.

ધ્યાન સાથે પ્રેમની પણ ઉંડાણપુર્વક જરૂરીયાત છે તેઓ બંને પાંખો જેવા છે અને તમે એક પાંખ સાથે ઉડી ના શકો જો ધ્યાન બરાબર આગળ વધતુ હોય, અચાનક તમે જોશો કે પ્રેમનો અભાવ છે. જો પ્રેમ બરાબર આગળ વધતો હોય તો અચાનક તમે જોશો કે ધ્યાનનો અભાવ છે જો બેમાંથી કોઇપણ આગળ ના વધતુ હોય તો તે બરાબર છે પરંતુ જયારે એક પાંખ આગળ વધવાની શરૂઆત કરે છે ત્યારે બીજી પાંખની જરૂર પડે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:21 am IST)