Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અમેરિકા પહોંચીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું: ભારત મહાન દેશ, પ્રવાસ રહ્યો ખુબ સફળ

ટ્રમ્પે ટવીટ કર્યુ, 'હજુ પહોંચ્યો છું, ભારતનો પ્રવાસ શાનદાર અને સફળ રહ્યો'

વોશિંગટન, તા.૨૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પહોંચી ચુકયા છે. તેમણે ભારતને મહાન દેશ ગણાવતા પોતાના પ્રવાસને ખુબ સફળ કહ્યો છે. ટ્રમ્પે ૨૪-૨૫ ફેબ્રુઆરીએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા પર તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પુત્રી ઇવાન્કા પણ હાજર રહ્યાં હતા.

પરિવાર સિવાય ટ્રમ્પની સાથે ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ હાજર હતું, જેમાં અમેરિકા પ્રશાસનના વરિષ્ઠ અધિકારી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન પણ હાજર રહ્યાં હતા. ટ્રમ્પે ટ્વીટ કર્યું, 'હજુ પહોંચ્યો છું. ભારતનો પ્રવાસ શાનદાર અને સફળ રહ્યો.' ટ્રમ્પે ૩૬ લાકના પ્રવાસમાં અમદાવાદમાં ખચાખચ ભરેલા મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને સંબોધિત કરી હતી. આ સિવાય આગરા પહોંચીને તાજની મુલાકાત લીધી હતી.

ટ્રમ્પના અમેરિકા રવાના થવા પર પીએમ મોદીએ મંગળવારે રાત્રે ઘણા ટ્વીટ કર્યાં હતા. તેમણે ભારતના પ્રવાસ માટે ટ્રમ્પનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, આ એક પાથ પરિવર્તક યાત્રા હતી. તેમણે કહ્યું, 'ભારત-અમેરિકાની દોસ્તી આપણા દેશ અને વિશ્વના લોકોને લાભ કરે છે.'

ટ્રમ્પે પ્રવાસ પર ભારત અને અમેરિકાએ મંગળવારે ૩ અબજ ડોલરની ડિફેન્સ ડીલ પર મહોર લગાવી, જે હેઠળ ભારત ૩૦ મિલિટરી હેલિકોપ્ટર ખરીદશે. આ વિમાન અમેરિકાની રક્ષા ક્ષેત્રની બે કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે.

(10:17 am IST)