Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રેલ્વે સ્ટેશન માસ્ટરને પ૪૦૦ના પગાર ધોરણને મળી મંજૂરી ર૦૧૮ થી મળશે વધેલા પગારનાં નાણા

લખનૌ તા. ર૭ :... રેલ્વેના સ્ટેશન માસ્તર ટૂંક સમયમાં જ સહાયક પરિચાલન મેનેજ બની શકશે. આ સાથે જે તેમના ગેઝેટેડ બનવાનો રસ્તો પણ સાફ થઇ ગયો છે. રેલ્વે બોર્ડે સ્ટેશન માસ્તરને એમએસીપી હેઠળ પ૪૦૦ ના પગાર ધોરણને મંજૂરી આપી દીધી છે. તેમને આ વધારેલું પગાર ધોરણ ર૦૧૮ થી મળશે. બોર્ડના આ હુકમ પછી આખા ભારતમાં તહેનાત લગભગ ૪૦ હજાર સ્ટેશન માસ્તરોમાં ખુશીની લહેર જોવા મળી છે.

રેલ્વે બોર્ડે બધા સર્કલોમાં સ્ટેશન માસ્તરને ઉચ્ચ પગાર ધોરણ આપવાના આદેશ બહાર પાડી દીધા છે. એમએસીપી હેઠળ ૧૦, ર૦ અને ૩૦ વર્ષની સેવા પછી હવે સ્ટેશન માસ્તરોને હાયરગ્રેડ દ્વારા પ૪૦૦ નું પગાર ધોરણ પણ મળશે. ઉત્તર રેલ્વેના મંડળ સચિવ અનૂપ કુમાર અનુસાર ભારતીય રેલ્વેમાં સ્ટેશન માસ્તરો ઘણા સમયથી આના માટે સંઘર્ષ કરી રહ્યા હતાં.

સાતમાં પગાર પંચ પછી સ્ટેશન માસ્તરને ૪ર૦૦ ગ્રેડ પે માં ૧૦ વર્ષ  પુરા થયા પછી ૪૬૦૦, ર૦ વર્ષ પુરા થયા પછી ૪૮૦૦ અને ૩૦ વર્ષ પુરા થયા પછી પ૪૦૦ નું પગાર ધોરણ મળવા પાત્ર હતું. પણ તેમને ૪૮૦૦ નું પગાર ધોરણ તો મળતું હતું પણ ૩૦ વર્ષ પુરા થયા પછી તેમને પ૪૦૦ નું પગાર ધોરણ નહોતું. મળી શકતું. રેલ્વે બોર્ડની મંજૂરી પછી હવે તે મળી શકશે.

મંડળ સચિવ અનુપકુમાર અનુસાર એમએસીપી હેઠળ પ૪૦૦ ના પગાર ધોરણનો લાભ ર૦૧૮ માં ૩૦ વર્ષની નોકરી પુરી કરી ચુકેલા અને રીટાયર થયેલા બધા કર્મચારીઓને મળશે.

(10:16 am IST)