Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

માનસિક બિમારી અને બ્લડપ્રેશરથી બચાવશે ગાયના ગોબરથી બનેલ ચરણ પાદુકાઓ

                 ગોબરના ચપ્પલો હવે માનસિક બિમારીઓ અને રકતચાપની સમસ્યાઓથી બચાવશે. આંતરરાષ્ટ્રીય  શિવરાત્રી મહોત્સવમાં  સરકારી પ્રદર્શની પશુપાલન વિભાગએ સ્ટોલમા આ વિશેષ ચપ્પલ પ્રદર્શિત કર્યા છે. આને વૈદિક ચરણ પાદુકાનુ નામ  આપવામાં આવ્યુ છે.  દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં ગોબરથી બનેલી આ પ્રથમ ચરણ પાદુકા છે. આના માંસપેશીઓના ખેંચાણથી મુકિત મળશે અને માનસીક બિમારીઓથી બચાવ હોવા ઉપરાંત બેચેની, ચીડિયાપણામાં પણ અસરકારક છે આધુનિક વિજ્ઞાનમાં પણ ગોબરના આ ગુણને માનવામાં આવે છે.

         ભીષણ રોગકારક બેકટેરિયા વાયરસ માટે તો ગોબર નષ્ટ કરવામાં કારગં઼ટ છે.

આ ગુણને કારણે થોડા વર્ષો પહેલા ઇટાલીના વૈજ્ઞાનિકોએ એક શોધમા કહ્યું હતુ કે ટીવી સેનેટોરિયમમા ઓછામાં ઓછા એક ભાગને તો ગોબરથી લીપી રાખવામાં આવે તો ટીબીના કીટાણુઓ જલ્દીથી નાશ પામે છે. આ વૈદિક ચરણ પાદુકા પહેરનાર વ્યકિતને વિભિન્ન પ્રકારના લાભ મળે છે. અને રોગોથી મુકિત મળે છે. વૈદિક ચરણ પાદુકાની કિંમત ૭૦૦ રૂપીયા રાખવામાં આવી છે.

(12:00 am IST)