Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હી હિંસા પર મધરાત્રે સુનવણી કરનાર જજની બદલી : પોલીસને ખખડાવી હતી: સરકારની નીતિરીતિ પર રાહુલ-પ્રિયંકાએ કર્યા પ્રહાર

અડધી રાત્રે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફર કરી કરતા કોંગ્રેસે કહ્યું સરકાર ન્યાયનું મોં બંધ કરવા માંગે છે

નવી દિલ્હી : દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસથી ફાટી નીકળેલા તોફાનો પર દિલ્હી હાઇકોર્ટમાં સુનવણી કરાઇ આ દરમ્યાન પોલીસને ખખડાવ્યા હતા. પોલીસને ખખડાવનાર દિલ્હી હાઇકોર્ટના જજ એસ.મુરલીધરની મોડીરાત્રે ટ્રાન્સફર કરી દેવાઇ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જજની ટ્રાન્સફર પર કરવા પર કેન્દ્ર સરકારને બરાબર ઘેર્યા છે.

રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને જસ્ટિસ લોયાની યાદ અપાવી. પ્રિયંક ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે અડધી રાત્રે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફર કરી દેવાઇ. સરકાર ન્યાયનું મોં બંધ કરવા માંગે છે. જસ્ટિસ મુરલીધરની પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાઇ છે.

કેન્દ્રીય કાયદા મંત્રાલયની તરફથી રજૂ કરાયેલા ગેઝેટ નોટિફિકેશનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ મુરલીધરને પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં જજ તરીકે સંભાળ્યાનો નિર્દેશ આપ્યો છે.  નાગરિકતા સંશોધનના વિરોધ પ્રદર્શન દરમ્યાન દિલ્હીમાં થયેલી હિંસામાં ઘાયલોને સુરક્ષા અને શ્રેષ્ઠ સારવાર માટે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ મુરલીધરનના ઘરે અડધી રાત્રે સુનવણી થઇ હતી.

કોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યો કે તેઓ મુસ્તફાબાદની એક હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપ્યો અને દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે.

(11:29 am IST)