Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પાકિસ્તાનમાં કોરોના વાયરસના પ્રથમ બે કેસ નોંધાયા :લોકોમાં ભારે ગભરાહટ

ઈરાનથી આવેલ 22 વર્ષીય કરાચીના યુવાનને કોરોના વાયરસ પોઝિટિવ

કરાંચી : પાકિસ્તાનમાં કોરોના વાઈરસના પ્રથમ બે કેસ નોંધાયાનુ સત્તાવાર જાહેર થતા ભારે ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનના સ્પેશિયલ આસિસ્ટન્ટ ડો. ઝફર મિર્ઝાએ આ બંને દેશો પાકિસ્તાનમાં પ્રથમ કોરોના વાયરસના હોવાનું જાહેર કર્યું છે. જો કે તેમણે કહેલ કે તમામ બાબતો કાબૂમાં છે અને ભયભીત થવાની કોઈ જરૂર નથી. કરાચીના 22 વર્ષના યુવાનને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યાનો સિંધના હેલ્થ ડિપાર્ટમેન્ટ જાહેર કરેલ, આ યુવાન ઈરાનથી આવ્યો હતો.

(8:41 am IST)