Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ચીનએ બતાવી નારાજગીઃ કહ્યું ટ્રમ્પની રેલીમાં એક લાખ લોકોનું આવવું ખતરનાક હતુ

         અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમ્યાન પ્રધાનમંત્રી મોદીના ગૃહનગર અમદાવાદમા એક વિશાળ આયોજન કરવામાં આવેલ જયાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડનુ ઉદઘાટન કરવામાં આવ્યું. અમેરિકી રાષ્ટ્રપતિના સ્વાગતમા લગભગ એક લાખ લોકો આવવાનો દાવો થયો છે અમેરિકી રાષ્ટ્રપતિની આ યાત્રા ચીનમાં પણ ચર્ચાનો વિષય બની છે.

         કોરોના વાયરસના ખતરા વચ્ચ્ે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં લખાયુ કે COVID -૧૯ નો પ્રકોપ ભારત પર પણ પ્રસ્તાવ નાખી રહ્યો છે એવામાં આ મેદાનમાં કોઇ રોગી વ્યકિતની હાજરી ખતરનાક સાબિત થઇ શકે છે. ગ્લોબલ ટાઇમ્સએ લખ્યુ આ વિશેષ અવધિમાં ભારતએ આટલા મોટા આયોજન માટે સાધવાન રહેવું જોઇએ. જો ચેપી હોત તો ટ્રમ્પ સહિત સ્ટેડિયમમાં હર કોઇ ખતરામા હોત માટે સભા કરવી અનાવશયક હતી.

         વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નવિનતમ આંકડાઓ અનુસાર કોરોના વાયરસ યુરોપ, મધ્ય પૂર્વ અને દુનિયાના અન્ય ભાગોમાં ફેલાઇ રહ્યો છે. ચીનની બહાર ઇટાલીમા વધુ મોત થયા છે.

(11:37 pm IST)