Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કોરોના વાયરસઃ ભારતએ ચીનની મદદ માટે મોકલી ૧પ ટન ચિકિત્સા સામગ્રીઃ વાયુ સેનાનું વિમાન રવાનાઃ ભારતએ માનવતાની મહેક પ્રસરાવી

      વાયુસેનાનું એક વિમાન લગભગ ૧પ ટન ચિકિત્સા સામ્રગી લઇ ચીનના કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન માટે બુધવારના રવાના થઇ. સરકારી સૂત્રોએ બતાવ્યું કે ૧૭ સૈન્ય વિમાન ૮૦ થી વધારે ભારતીયો અને પડોશી દેશોના લગભગ ૪૦ નાગરિકોને લઇ પરત આવશે. ગયા અઠવાડિયે ભારતએ આરોપ લગાવ્યો હતો કે ચીન વિમાનને મોકલવાની અનુમતિ દેવા માટે જાણીબુઝીને મનાઇ કરી રહ્યું છે કે જયારે બીજા દેશોએ વુહાનથી પોતાના નાગરિકોને લઇ જવા માટે ઉડ્ડાનો સંચાલિત કરવા દઇ રહ્યું છે. ચીને ભારતના આરોપોને રદ કર્યા હતા.

        વિદેશ મંત્રાલયએ કહ્યું કે ચિકિત્સા આપૂર્તિથી કોરોના વાયરસના પ્રસાર પર નિયંત્રણના પ્રયાસોમાં ચીનને મદદ મળશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોના વાયરસને લોક સ્વાસ્થ્ય આપાતકાલ જાહેર કરેલ છે. મંત્રાલયએ કહ્યું કે વિમાનમા ૧પ ટન ચિકિત્સા સામગ્રી છે. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું છે કે ચીનના લોકો પ્રતિ ભારતના લોકોની એકજુટતા અને મિત્રતાને નાતે આજ સહાયતા મોકલવામા આવી પણ બંને દેશ આ વર્ષે રાજનયિક સંબંધ સ્થાપિત હોવાની ૭૦મી વર્ષગાંઠ પણ મનાવી રહ્યું છે.  મંત્રાલયએ કહ્યું કે ચીનમાં કોરોના વાયરસના પ્રસારને નજરમાં રાખી મદદ મોકલવામાં આવી છે.

(12:00 am IST)