Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સળગતું દિલ્લીઃ ટોળાએ એનડીટીવીના બે રિર્પોટરોને માર્યાઃ હિંન્દુ હોવાના કારણે મારવાનું બંધ કર્યુ

      ઉતર-પૂર્વી દિલ્લીમાં સીએએ અને એનઆરસીને લઇ ભડકેલી હિંસા બંધ થવાનુ નામ નથી લેતી. મંગળવારના સીએએ સમર્થકો અને સીએએ વિરોધીઓ વચ્ચે થયેલ હિંસામાં મરનારાઓની સંખ્યા વધીને ૧૦ થઇ ગઇ છે. ત્રીજા દિવસે પણ મોજપુર-બાબરપુર વિસ્તારમાં સવારથી જ પથ્થરમારો થઇ રહ્યો છે અને જાણકારી પ્રમાણે આ વિસ્તારમાં હાલત હજુ પુરી રીતે તનાવપૂર્ણ બનેલ છે.

        ઉતર પૂર્વી દિલ્લીમાં તોફાનીઓ લૂંટફાટ અને આગજની કરી રહ્યા છે સાથેજ બન્ને તરફથી ચાલી રહેલા ગોળીબારમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેને ઇલાજ માટે હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. આ વચ્ચે સમાચાર ચેનલ એનડીટીવીના એક વરિષ્ઠ સંપાદકએ મંગળવારના આરોપ લગાવ્યો કે દિલ્લીમાં ભીડએ એમના બે સહયોગીઓને બુરી રીતે માર્યા છે.

        એનડીટીવીની એકઝીકયુટીવ એડિટર નિધિ રાજદાનએ ટવિટ કરી બતાવ્યુ કે ભીડએ એમના બે સહયોગીઓની પિટાઇ કરી. નિધિ રાજદાનના મુતાબિક અરવિંદ ગુનાસેકર અને સૌરભ શુકલા પર દિલ્લીમાં ભીડએ હુમલો કર્યાે એમનુ મારવાનુ ત્યારે બંધ કર્યુ જયારે એમણે જોયું કે તે આપણા લોકો હિન્દુ છે.

(8:43 am IST)