Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

" ભારતની લાડી અને ઓસ્ટ્રેલિયાનો વર " : ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર ગ્લેન મેક્સવેલ અને ભારતીય ગર્લ ફ્રેન્ડ વિની રામનની સગાઈ : સોશિઅલ મીડિયા ઉપર ફોટો મુક્યો : ચાહકો દ્વારા અભિનંદનનો ધોધ

ન્યુદિલ્હી : છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે ડેટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ક્રિકેટર અને તેની ભારતીય ગર્લ ફ્રેન્ડ વિની રામન આખરે ગયા સપ્તાહમાં સગાઈના બંધનથી જોડાઈ ગયા છે.
આ બાબતને સમર્થન આપતો ફોટો પણ બંનેએ ઇન્સ્ટાગ્રામ ઉપર મુક્યો છે.જેમાં વિની રામન ગ્લેનએ આપેલી વીંટી પહેરેલી દ્રષ્ટિગોચર થાય છે.
આ સમાચાર જાણવા મળતા જ તેમના ચાહકો દ્વારા અભિનંદનનો ધોધ ચાલુ થઇ ગયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:45 pm IST)