Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

બ્રિટનના એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી સુએલા બ્રેવરમૈનની નિમણુંક : લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસમાં સોગંદવિધિ કરાયો

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને ભારતીય મૂળના મહિલા સુશ્રી સુએલા બ્રેવરમૈનને એટર્ની જનરલ તરીકે નિમણુંક આપી છે. સોમવારે  રોયલ કોર્ટ ઓફ જસ્ટીસમાં તેમનો સોગંદવિધિ કરાયો હતો.
આ તકે નવ નિયુક્ત એટર્ની જનરલ સુશ્રી સુએલાએ ખુશી તથા ગૌરવ વ્યક્ત કરતાં  જણાવ્યું હતું કે તેઓ ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક મળવાથી આનંદ અને ગૌરવ અનુભવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ  ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધારવા ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત હોદા ઉપર અત્યાર સુધીમાં નિમણુંક મેળવનાર તેઓ બીજા ક્રમના મહિલા છે.

(12:26 pm IST)