Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોદી અને ટ્રમ્પની મુલાકાત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તથા વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વની : યુ.એસ.ના સેનેટર જૂથનો ઉમંગભેર આવકાર

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત ખાતેની બે દિવસીય મુલાકાતને યુ.એસ.ના સેનેટર જુથએ ઉમંગભેર વધાવી લીધી છે.તથા ટ્રમ્પના સ્વાગત માટે થયેલી ભારે ભીડથી પ્રભાવિત થયા હોવાનું જણાવી તેઓએ મોદી અને ટ્રમ્પની મુલાકાત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તથા વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વની બની રહેશે તેવું મંતવ્ય વ્યક્ત કર્યું છે.

આ મુલાકાતને મહત્વની ગણાવનાર રિપબ્લિકન સેનેટર્સમાં ટેડ ક્રુઝ, જેન્સ લૅકફોર્ડ, કોંગ્રેસમેન પીટ ઓલ્સન ,તેમજ રિપબ્લિકન આગેવાન કેવિન મેક્કરથી સહિતનાઓનો સમાવેશ થાય છે.

(8:37 am IST)