Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

હત્યાના પ્રયાસના આરોપી ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને સંબંધિત કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા સુપ્રીમ કોર્ટની સૂચના : સિંધુદુર્ગમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં નિયમિત જામીન મેળવવાનો નિર્દેશ આપ્યો :10 દિવસ માટે ધરપકડથી મુક્તિ આપી

ન્યુદિલ્હી : હત્યાના પ્રયાસના આરોપી ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને સંબંધિત કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે. તથા સિંધુદુર્ગમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં નિયમિત જામીન મેળવવાનો નિર્દેશ આપ્યો છે.તેમજ 10 દિવસ માટે ધરપકડથી મુક્તિ આપી છે.

ઉપરોક્ત નિર્દેશ સાથે, ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા, ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની બનેલી બેન્ચે ધરપકડ પૂર્વેના જામીનનો ઇનકાર કરતા બોમ્બે હાઇકોર્ટના આદેશને પડકારતી કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર રાણે દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ રજા અરજીનો નિકાલ કર્યો હતો.
 

સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરા રાણે તરફથી અને સિનિયર એડવોકેટ ડૉ. અભિષેક મનુ સિંઘવી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી હાજર રહ્યા હતા તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(7:47 pm IST)