Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

હોકીના દિગ્ગજ ચરણજીત સિંહનું તેમના ઘરે હૃદયરોગના હુમલાથી અવસાન

ચરણજીત સિંહ 1960 ટોક્યો ઓલિમ્પિકની હોકી ટીમના કેપ્ટન હતા. આ ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

નવી દિલ્હી :હોકીના દિગ્ગજ ચરણજીત સિંહનું ગુરુવારે તેમના ઉનાના ઘરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.  ચરણજીત સિંહ છેલ્લા 5 વર્ષથી સ્ટ્રોકના કારણે બીમાર હતા.
જેના કારણે તેને લકવો પણ થયો હતો.ચરનજીત સિંહની ઘરે સારવાર ચાલી રહી હતી.
 ચરણજીત સિંહ 1960 ટોક્યો ઓલિમ્પિકની હોકી ટીમના કેપ્ટન હતા.આ ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.તેઓ 1962 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ટીમના સભ્ય પણ હતા.  આ સાથે, તે 1960 ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ટીમનો પણ સભ્ય હતો.
 ચરણજીત સિંહની પત્નીનું 12 વર્ષ પહેલા અવસાન થયું હતું.  તેમનો મોટો પુત્ર કેનેડામાં ડોક્ટર હતો. જ્યારે નાનો દીકરો ચરણજીત સિંહ જી સાથે ઉનામાં તેમના ઘરે રહેતા હતા   ચરણજીત સિંહની પુત્રી પરિણીત છે અને દિલ્હીમાં રહે છે.
 ચરણજીત સિંહ જીના નાના પુત્ર વીપી સિંહે મીડિયાને જણાવ્યું કે, "પાપાને પાંચ વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યા બાદ લકવો થયો હતો. તેઓ લાકડી લઈને ચાલતા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત બગડી હતી અને આજે સવારે તેઓ અમને છોડીને ગયા હતા. તેમનું અંતિમ વિદાય થયું. મારી બહેન દિલ્હીથી ઉના પહોંચશે પછી આજે સંસ્કાર કરવામાં આવશે."

 
(6:41 pm IST)